________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૩૧ પ્રવેશ કરે છે. ભાવથી બેઘડીમાં પરમાત્મપદ પ્રગટે છે. માટે મનુ ! તરતમગથી ભાવ પ્રગટાવો, ભાવથી સેવાભક્તિ કરે. નિજાને ત્યાગ :
મનુષ્યો ! નિન્દા કરનાર સમાન કેઈ નીચ બનતું નથી, એવું મારું કથન સત્ય જાણી કદી કેઈની નિન્દા ન કરો. તમે -તમારું સંભાળે. અન્યની નિંદા કરવાને તમને કેણે હક આપે છે ? નિન્દા કરનાર કેઈની નિન્દા કરીને તેને સુધારી શક્તો નથી. મનુષ્યની પૂંઠ પાછળ તેઓની અપકીતિ કરવા માટે નિદા કરનારા પૃષ્ઠમાંસ ખાનારા જાણવા. નિન્દા કરવામાં જેઓને રાગ છે તે મારા રાગી બનતાં પાછા હઠે છે અને અન્યનું બૂરું કરે છે. વિશ્વમાં કલેશ, વૈર, કુસં૫, હિંસાની વૃદ્ધિ કરીને તેઓ પોતાને અધમ બનાવે છે. કેઈનાં મર્મ પ્રકાશવાને માટે ઊપડતી જીભને છેદી નાખે અગર જીભને કાબૂમાં રાખવારૂપ તપ કરે.
દુમિનની પણ નિન્દા કરીને તમે તેનું જે અશુભ કરવા ધારે છે તેના કરતાં તમારું લાખ કરોડો ગણું ભાવિ અશુભ થાય છે. તેને તમે દેખી શકતા નથી, પણ તે અશુભ કર્મનું ફળ ભોગવતાં રોતાં પણ છૂટવાના નથી. સર્વ મનુષ્યો કંઈ એકદમ દોષરહિત બની શકતા નથી. મનુષ્ય પ્રકૃતિથી એકદમ ન્યારા થઈ શકતા નથી. તેઓ દેશી હેઈ શકે તેમાં શું આશ્ચર્ય છે ? દેવીના દોષોને જોનાર પ્રેમ સમાન કેઈ નથી. શુદ્ધ પ્રેમીઓ દેશીઓ અને પાપીઓ પર શુદ્ધ પ્રેમની દષ્ટિ ધારણ કરીને તેઓને પિતાને સમાગમમાં લાવી હળવે હળવે સુધારે છે.
શરીરના દેષો કરતાં મનના દેષોને વિનાશ કરવામાં ઘણે વખત લાગે છે. જેઓ નિદક છે તે મનની દશાએ ચંડાલ છે. કર્મચંડાલ કરતાં મનથી જે ચંડાલ બને છે, જીભથી જે ચંડાલ બને છે તે બહુ ખરાબ છે. ખૂણામાં કેઈ ન સાંભળે એવી રીતે
For Private And Personal Use Only