________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તપથી અનેક લબ્ધિઓ, સિદ્ધિઓ, ચમત્કારોની પ્રાપ્તિ થાય છે. મુનિઓ પોતાના આત્માને હિતકારક અને અન્યને હિતકારક એવાં અનેક પ્રકારનાં શુભ કર્મો અને વિચારરૂપ તપ કરે છે. ભાવ:
જેએ તપ કરે છે તેઓ ભાવ, પ્રેમ, રુચિ, આનંદ, હર્ષને પ્રાપ્ત કરે છે. જે જે પ્રવૃત્તિ કરે તે ભાવથી કરો. જે કાળે જે કરાય તેમાં ભાવ લાવે. દાન, શિયાળ, તપ વગેરેની પ્રવૃત્તિમાં ભાવથી પ્રવર્તે. ભાવ જેમ જેમ હૃદયમાં પ્રગટે છે તેમ તેમ આવરણને નાશ થાય છે. ભાવના અત્યંત વેગથી એકદમ કેવલજ્ઞાન પ્રગટે છે, તે દેવકાદિકની ઋદ્ધિ મળે તેમાં તે શું આશ્ચર્ય ?
અશુભ ભાવને નાશ કરો અને શુભ ભાવને પ્રગટાવે. શુભ ભાવમાંથી અનુક્રમે ઉત્તરોત્તર શુદ્ધ અને વિશુદ્ધ ભાવને આત્મા માં પ્રગટાવો. જેવો ભાવ તેવું ફળ પ્રાપ્ત થાય છે. દેવ, ગુરુ, ધર્મ પર જેટલે પ્રેમભાવ અને હર્ષ પ્રગટે છે તેટલા તમે આત્મતિમાં ક્ષણે ક્ષણે આગળ વધતા જાઓ છે.
સ્વાધિકારે ભાવથી કાર્ય કરનાર રંક પણ ચકવર્તી સમાન છે. જેને ભાવરૂપ આત્મા ક્ષણે ક્ષણે ઉદાર થતો જાય છે તે દુઃખમાં, સંકટમાં, રોગમાં પણ સુખની ભાવના કરે છે. હજારો દુખે અને મહાદિ દુષ્ટ પ્રકૃતિએ સામે તે યુદ્ધ કરે છે. જેને ભાવ મહાન તે જ મહાન છે, પરંતુ ભાવ વિના ઇન્દ્ર કે ચક્રવર્તીપણું મહાન નથી. ભાવથી કઈ રોટલી આપે છે તે અમૃતભોજન કરતાં વિશેષ છે. જેના અધ્યવસાય અને પરિણામ ચઢતા ઉંલાસવાળા છે તે સર્વ કર્મ કરવા છતાં નિલ પ મહાગી છે.
સત્તા, લક્ષમી, પદવી વગેરેની ભાવ–પ્રેમરસની આગળ ફૂટી બદામ જેટલી કિંમત નથી. ભાવથી સર્વ કરે, સર્વ વિચારે. જેના ભાવ ઉત્તમ છે તે પવિત્ર છે, સ્વર્ગમાં તે સર્વથી પહેલે
For Private And Personal Use Only