________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
દીક્ષામહે સવની તૈયારી અને ધર્મોપદેશ કરો. જે પરસ્પર એકબીજાના આશરે એકબીજાનું દાન ગ્રહી જીવે છે. સર્વોત્તમ દાન ધર્મ છે. શિયલ:
જે દાની બને છે તે શિયળને પાળી શકે છે. સદાચાર, સ–વૃત્તિ, સદ્દવિચાર, પુણ્ય કર્મો કરવા અને દુષ્ટ કર્મોને ત્યાગ તે શિયળ છે. ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે બ્રહ્મચર્ય પાળવું અને શરીર-ઈન્દ્રિયની પટુતા રક્ષવી તે શિયળ છે.
પરસ્ત્રીના સમાગમમાં આવવા છતાં પણ પુરુષના મનમાં કામવાસનાને પ્રાદુર્ભાવ ન થવો અને સ્ત્રીઓને અન્ય પુરુષોના સમાગમમાં અન્ય પુરુષે પર ભાઈ–બાપની બુદ્ધિ રહેવી તે શિયાળ છે. સર્વની સાથે સારી રીતે પ્રેમથી હળીમળીને રહેવાને સ્વભાવ તે શિયળ છે. ઉચ, ઉદાર, પવિત્ર પ્રેમ, હિતકર સ્વભાવ તે શિયળ છે. એવું શિયળ જે મનુષે પ્રાપ્ત કરે છે તેઓ બાઘાંતર શક્તિઓને પ્રકટાવે છે અને અશુભ ઈચ્છાએ, અશુભ વાસનાઓના રોધરૂપ તપને પ્રાપ્ત કરે છે.
તપ:
મન, વાણી, કાયાની અને આત્માની શક્તિ પ્રાપ્ત કરવા માટે એશઆરામ, બાહ્ય સુખ વગેરેને ત્યાગ કરે, દેશ, કેમ, સંધાદિક માટે આત્મગ આપ, અનેક પ્રકારનાં દુઃખો સહન કરવાં તે તપ છે. અન્ય જીવોનાં દુઃખ ટાળવા માટે પિતાના સુનો ભેગ આપ તે તપ છે. તપથી મેહાદિ કર્મોનો નાશ થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે.
સ્વાધ્યાય, ધ્યાન, સમાધિ, મમત્વને ત્યાગ, દેહાધ્યાસનો ત્યાગ, કાયકષ્ટસહનતા, વિનય, સેવા, પ્રાયશ્ચિત્ત, ઉપવાસ વગેરે તપ છે. જેઓ તપ તપે છે તેઓ મારા શુદ્ધસ્વરૂપમય બને છે. અહંતાના ત્યાગમાં, કીતિના ત્યાગમાં અને પિતાનું સર્વસ્વ અન્યોને આપવામાં તપ છે.
For Private And Personal Use Only