________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૨૧ સત્ય માર્ગ છે.
આત્મા જ પિતાને ઉદ્ધાર ઉપાદાનપણે કરી શકે છે. આત્મામાં અનંત સુખ છે એ નિશ્ચય કરનારાઓ પરમ શાંતિને પ્રાપ્ત કરી શકે છે. તેઓ પોતાની મેળે અનંત દુખના માર્ગોમાંથી પાછા ફરે છે. દુઃખના અનુભવથી મનુષ્ય અનંત સુખરૂપ આત્મવીરની શોધ કરે છે અને છેવટે તન, મન, ધનને ભેગ આપીને તેને પ્રાપ્ત કરે છે. સદ્ગુણેથી સુખ મળે છે અને દુર્ગથી દુઃખ મળે છે. જે વિષયભેગ, મિથુન, કામગથી શરીર અને વીર્યને નાશ કરે છે તેઓ સુખને બદલે દુઃખ પામે છે. મારા ભક્તો અન્તરમાં સુખ શોધે છે. સત્ય પ્રેમ, શ્રદ્ધા અને આત્મજ્ઞાન વિના સત્ય સુખ અન્તરમાં રહેલું છે છતાં તેને પ્રકાશ થતો નથી. તમે ગુણ સુખથી રજોગુણી સુખ અને તે પછી સાવિક માનસિક સુખના અનુભવ પછી મનુષ્ય આત્મસુખના અનુભવમાં આવે છે. પછીથી તેઓ શરીર, વાણી અને મન દ્વારા સુખ ભોગવવાની ઈચ્છા કરતા નથી. શરીર અને પ્રાણુને નાશ થતાં પણ તેઓ આત્મસુખના અનુભવથી આત્મસુખ વિના અન્યત્ર સુખબુદ્ધિ ધારણ કરતા નથી.
જડ જગતમાંથી આસક્તિ ટાળવાને મનુષ્ય લાખો ઉપાય કરે છે, પરંતુ આત્મસુખને રાગ થયા વિના તથા આત્મામાં ઈન્દ્રિ, મન, પ્રાણ, દેહને હેમ કર્યા વિના જડ જગતમાંથી આસક્તિ ઊઠતી નથી અને આસક્તિ ઊઠયા વિના કર્મચાગી બની શકાતું નથી. માટે મનુષ્ય ! સાંસારિક પ્રવૃત્તિઓને સ્વાધિકારે સેવવા છતાં આત્મામાં પૂર્ણ પ્રેમ રાખો. આત્મા જ મહાવીર છે. દુનિયામાં અને સ્વર્ગમાં જેટલાં દેવોનાં અને ગુરુઓનાં નામે અને શરીરો છે તે મહાવીરના છે એમ પૂર્ણ નિશ્ચય કરી પ્રવર્તશે એટલે તમને મારી આંતરિક શક્તિઓની સહાય મળવાની. આત્મસત્તાના અનુભવથી મારી સહાય તે પોતાની સહાય છે. આત્માને જ આત્મા સહાય આપે છે અને તારે છે તે આત્મયભાવે અનુભવ કરી શકશે.
For Private And Personal Use Only