________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
અધ્યાત્મ મહાવીર મન સેવક છે અને આત્મા તે મહાવીર હું છું. જ્યાં સુધી તમે મનની દશામાં હશે ત્યાં સુધી તમો ભક્તિથી ભક્ત બની મારું સ્વરૂપ પ્રાપ્ત કરનારા ભક્તો તરીકે છે, અને જ્યારે તમે મનની દશાનું અતિક્રમણ કરીને આત્મદશાથી મને જેશે ત્યારે સ્વામિસેવકભાવ રહેશે નહીં. તેવી આત્મદશામાં આત્માને જ પ્રભુ મહાવીરરૂપે તમે અનુભવવાના. તે કાળે તમે પિતાને “હું પરબ્રહ્ના મહાવીર છું” એમ અનંત સુખીરૂપે અનુભવવાના. પછીથી તમને પુણ્ય, પાપ અને પુણ્ય-પાપના વિચાર તથા તેની પ્રવૃત્તિમાં નિર્લેપ પણ સદાકાળ રહેશે. મારામાં મસ્ત મહાત્માઓને વાત, નિયમ કે વિધિની જરૂર રહેતી નથી. તેઓ તેમને ચેાગ્ય લાગે. તેમ પ્રવર્તે છે.
ગૃહસ્થ મનુષ્યો ! ગૃહસ્થદશામાં અનેક પ્રકારનાં કર્તવ્ય કર્મો કરવા છતાં તમે આત્મામાં સુખને વિશ્વાસ ધારણ કર્યો. મૈથુન અને કામગની વાસનાથી ક્ષણિક સુખ છે અને તેથી દુઃખ તે અનંતગણું છે. માટે આત્માના નિત્ય સુખને વિશ્વાસ. ધારણ કરે અને કામગથી શરીર, બળ અને રૂપને નાશ કરીને દેશ, સંઘ, સમાજની અને પિતાના વંશની પડતી ન કરે. વાસનાઓથી કોઈને સુખ થયું નથી અને થશે નહીં. મેથુન અને કામભેગની પ્રવૃત્તિ શરીર અને રૂપનો નાશ કરનાર છે. તેમાં જે રાગ છે તે મેહ છે, પણ તે વિશુદ્ધ પ્રેમ નથી. જેમ જેમ વિશુદ્ધ પ્રેમ વધતો જાય છે અને કામવિકાર ટળતો જાય છે તેમ તેમ આત્મસુખને અનુભવ વધતું જાય છે,
મૈથુન, રાગ પ્રવૃત્તિ કે કામરાગમાં સત્ય પ્રેમ નથી. આત્માનાં મન, વાણી, કાયા એ ત્રણ સાધન છે. એ ત્રણ સાધનથી આત્માના સુખનો અનુભવ કરી. લક્ષમી અને સત્તામાં મૂંઝાવું નહીં. તેથી, ત્રણે કાલમાં સુખ પ્રાપ્ત થતું નથી. બાહ્ય વેભમાં સુખની બુદ્ધિ ધારણ કરીને અજ્ઞાનીઓ મૂંઝાય છે.
For Private And Personal Use Only