________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૧૯ અનંત દેવના નામથી લેકે પરબ્રહ્મ એવા મારું જ ધ્યાન ધરે છે. ભિન્ન ભિન્ન ખંડ અને દેશમાં મનુષ્ય અસંખ્ય યોગ અને અસંખ્ય ધર્મોથી મારી પ્રાપ્તિ કરે છે અને કરશે. જે જે ધર્મે જે જે ખંડમાં જે જે કાળે અને જે જે ઉપગે જે જે દ્વારા ઉત્પન્ન થયા છે, થાય છે અને ભવિષ્યમાં થશે તે સર્વ મારી શક્તિઓની પ્રેરણા જાણીને મારામાં લયલીન બને અને સર્વ ધર્મોને ઉદારભાવે છે. સર્વ ધર્મોની ઉપયોગિતા અને સત્યતા જાણે. ભિન્ન ભિન્ન ધમમાં રહેલા મનુષ્ય અનેક બાહ્યા ભેદથી જુદા. જેવા લાગવા છતાં પણ અંતરમાં શુદ્ધ પ્રેમ-સમભાવથી મારી પ્રાપ્તિ કરનાર છે.
કેઈ ધર્મની, કોઈ દેવની અને કઈ ગુરુની નિંદા ન કરે. કારણ કે તેમાં જે સત્ય છે તે હું છું. તે ગુરુએ અને દેવને મારા અનેક પય અને સત્તારૂપે એક જાણો. મારામાં સર્વને સમાવેશ જાણે સર્વ દેવોને મારા નામે પૂજે, દયા અને સત્ય ગ્રહણ કરે. દેશ, કાળ, ઉપાધિની મર્યાદા બહાર અનંત અપેક્ષાવાળું સત્ય એ જ સર્વત્ર મારું સ્વરૂપ છે. મારા સ્વરૂપને જ્ઞાનીઓ પામે છે. ધર્મના મતભેદથી આત્માઓ પર અરુચિ ન કરે. જેટલા. આત્માઓ છે તેટલા ધર્મો છે. ધર્મોમાં વિવિધતા છે તે સૌન્દર્ય. દર્શક છે, પણ તેમાં વિભેદતા ન દેખે. પરતંત્ર ન બને :
સવ ખંડ અને દેશના મનુષ્યોને મારા રાજ્યમાં સરખા હકક છે.. કોઈ ગુલામ નથી. જે મનુષ્ય અન્ય મનુષ્ય વગેરેને ગુલામ કરે છે તેઓ પિતે ગુલામ બને છે અને વિન્નતિ કરવાને બદલે તેઓ દેશ, કેમ, સમાજ, કુટુંબને ગુલામ બનાવે છે. કેઈપણ, મનુષ્યને ગુલામ ન બનાવો અને કોઈની ગુલામી દેખી તેની ગુલામી દૂર કરો. જે દેશ, ખંડ, રાજ્ય, કેમમાં ગુલામ હોય છે તે અન્ત પડતીને પામે છે. કોઈના આત્માને હલકે ન ગણે. કોઈ
For Private And Personal Use Only