________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
અધ્યાત્મ મહાવીર સુકાઈ જાય છે, આયુષ્ય ઘટતું જાય છે અને છેવટે મરણ થાય છે. માટે મનમાં ભય, ખેદ, કલેશ, ચિંતા વગેરેના મલિન અને દુષ્ટ વિચારો ન આવવા દેવા જોઈએ.
આત્મામાં દુઃખ નથી; મનમાંથી અને દુનિયાને કલ્પિત વ્યવહારમાંથી દુઃખ પ્રગટે છે. આત્માના વિચારો સ્વર્ગ છે અને તે. સ્થૂલ સ્વર્ગને રચે છે. શરીરમાં ત્રિપુટીથી ઉપર પ્રાણ વહે છે તો આયુષ્ય ઘટતું નથી અને નિયમિત વહ્યા કરે છે. ક્રોધ, કપટ, વિશ્વાસઘાત, ઇર્ષ્યા, અહંકાર, કામ, મેહ વગેરેના વિચારોથી આયુષ્ય ઘટે છે અને સમભાવ, ગ,નિરાસક્તિ, શુદ્ધ પ્રેમ, સ્વચ્છ હવા અને સ્વચ્છ જલ, નિયમિત આહાર-વિહાર અને ધધ વગેરે. થી આયુષ્ય બરાબર વહે છે માટે મનુષ્ય ! તમે તે પ્રમાણે પ્રવર્તે. સર્વમાં માને અને અનુભવે
ગૃહસ્થ મનુષ્ય નીતિને પ્રાણ સમાન ગણે છે અને તેઓ ગૃહસ્થચોગ્ય સ્વાર્થ ધારણ કરીને મર્યાદાની બહારના સ્વાર્થ, લાભ, ક્રોધ વગેરે કરતા નથી. મનમાંથી સર્વ પ્રકારનાં ભય, ચિન્તા અને શોકની લાગણીઓનો નાશ થાય છે ત્યારે મનમાં સ્વર્ગનું સામ્રાજ્ય પ્રગટ થાય છે. દુઃખ અને વિપત્તિઓ સહન કર્યા વિના અને મારી પ્રાપ્તિ માટે પિતાના સુખમય જીવનનો સર્વ મોહ ત્યજ્યા વિના કેઈ આત્મા મારું પરમાત્મપદ પ્રાપ્ત કરી શકતું નથી.
મનુષ્યો! જ્યાં તમે નામરૂપને ભૂલી મારું સ્મરણ કરશે ત્યાં હું તમને સહાયક છું. મારામાં ઘડીમાં વિશ્વાસ મૂકનાર અને ઘડીમાં અવિશ્વાસ રાખનાર મનુષ્ય અનંત બળ પ્રાપ્ત કરી શકતો નથી. મનુષ્ય ! બાહ્ય શૂલાદિ શરીર વડે હું એકદેશી સર્વત્ર વિશ્વમાં છું, અને મારી જાતિ વડે કાલેકમાં સર્વત્ર વ્યાપક છું. મારી સૂક્ષમ જાતિની શક્તિ આગળ તો અનંત બ્રહ્માંડે એક અણુ જેટલા છે. અનેક ખંડ અને દેશમાં અનંત નામરૂપે હું છું અને અનંત જાતિરૂપે હું સર્વ અનંત સ્થલ–સૂક્ષ્મમાં વ્યાપક છું.
For Private And Personal Use Only