________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૧૩ અનંત સામર્થ્યમાં વિશ્વાસ એ જ મારો વિશ્વાસ છે. આત્માના સામર્થ્યથી જડચેતનાત્મક વિશ્વસૃષ્ટિ બને છે, તે પછી બીજું કયું કાર્ય ન બની શકે? આત્માના સામર્થ્યથી સૂર્ય અને ચંદ્ર પ્રકાશે છે, તારાઓ ફરે છે, પૃથ્વી ચાલે છે, સર્વ પદાથે નિયમિત ગતિથી વહ્યા કરે છે. આમાના સામર્થ્યને પ્રગટ કરે. અનંત ભવથી લાગ્યાં આવતાં કર્મો પણ આત્માના જ્ઞાન સામર્થ્યથી કાચી બે ઘડીમાં નષ્ટ થઈ જાય છે અને આત્મા વિશુદ્ધ પરમાત્મા બને છે. આત્માના: અનંત સામર્થ્યની આગળ કર્મ પ્રકૃતિ દાસી જેવી છે. આત્માના સામર્થ્યનો પાર આવતો નથી. આત્માની અનંત શક્તિઓનો અંત આવતો નથી.
અનંત સામનો ધણી આત્મા શરીરમાં વિરાજમાન છે. તેની આગળ ઉપયોગ પ્રધાન છે, મન કારભારી છે, વાણું પુરહિત સમાન છે, શરીર–મહેલ દેવ સમાન છે, કર્મેન્દ્રિય અને જ્ઞાને. ન્દ્રિયે દશ દિફપાલ સમાન છે, દેહનાં નવ દ્વારે નવ ગ્રહ સમાન છે, દેહની સાત ધાતુઓ સાત સમુદ્ર સમાન છે. શરીરમાં રહેલા આત્માના અનંત સામર્થ્યમાં વિશ્વાસ રાખો. આત્માના અંશમાત્ર સામર્થ્યના પ્રકાશથી મનુષ્ય દેવેની પેઠે વિશ્વમાં પૂજાય છે અને દુનિયામાં નામ અમર કરી જાય છે.
અનેક વિદને અને મરણત કન્ટેની સામે ઊભા રહેવા. માટે આત્મમહાવીરનો વિશ્વાસ રાખે. હજારો વખત પરાજય કે નિરાશા મળે તે પણ કર્તવ્ય કાર્યમાં પાછા લાગે. અંતે વિજય છે છે ને છે જ એમ વિશ્વાસ રાખો. દુનિયા હસે, નિંદે, મશ્કરી કરે અને સામી પડે તે પણ આત્માના સામર્થ્યથી આત્મશક્તિઓને પ્રકાશ કરે, આલસ્યરૂપ અસુરનો નાશ કરો અને નિદ્રા પર જય મેળવે. વ્યસનને દૂર હાંકી મૂકે એટલે તમે પરમાત્મપ્રભુરૂપ એવા મારી પાસે આવવા નક્કી ભાગ્યશાળી થશે. આત્માના અનંત સામર્થ્યમાં જેઓને વિશ્વાસ છે તેઓ અશક્યમાં અશક્ય કાર્ય
For Private And Personal Use Only