________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
અધ્યાત્મ મહાવીર અજ્ઞાન અને મોહ જ દુઃખના દેનાર છે. મિથુન વગેરેમાં સુખવાસનાની બુદ્ધિને અજ્ઞાનથી પ્રકટભાવ થાય છે. આત્માનું સત્ય જ્ઞાન પ્રગટતાં આત્મામાં જ સુખબુદ્ધિને નિશ્ચય થાય છે.
આત્મા જ દેવ, ગુરુ અને ધર્મ છે. સર્વ પ્રકારનાં શરીરનું સૌન્દર્ય ખરેખર આત્મસૌન્દર્યની આગળ કાળા કેયલા (કોલસા) જેવું લાગે છે. સ્ત્રી વગેરેના શરીરનું સૌન્દર્ય તે આત્મસૌન્દય આગળ કલેડાના કાળા રંગ જેવું છે. મનુ! આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો અને પૂર્ણાનન્દમય આત્માને અનુભવો. આત્માનંદને રસ લાગવે તે જ વિશુદ્ધ પ્રેમ છે. આત્માનન્દને રસ પ્રકટતાં બાહ્ય શરીરના જીવનમરણમાં રાગ અને શોક અંશમાત્ર પણ રહેતા નથી અને ત્યારે તે દશાને વીતરાગદશા તરીકે અનુભવી શકાય છે. અખંડ, અવિનાશી, નિત્ય, સત્, સનાતન, ધ્રુવ, અજર, અમર, અરૂપી, અનામી આત્મા એ જ વીર, મહાવીર અને આત્માનન્દથી વધનાર વર્ધમાન છે–એમ અંતરમાં નિશ્ચય થતાં બાહા જડ જગત વપ્ન સમાન લાગે છે અને સર્વત્ર આત્માને અનુભવ થત સહેજે પરતંત્રતાની ભ્રાન્તિને નાશ થાય છે. આત્માનું અનંત સામર્થ:
| સર્વ વિશ્વને પ્રભુ આત્મા છે. સર્વ વિશ્વ તે આત્માનું શરીર છે એમ ભાવે. તેમાં દેવલોક, ચન્દ્ર-સૂર્યાદિ ગ્રહે, અસંખ્ય ગેળાઓ, મૃત્યુલેક, નરકો છે. વિશ્વ એ તમારું અંગ છે એમ માનીને કર્તવ્ય કાર્યો કરો. તમારામાં વિશ્વ છે અને વિશ્વનાં સર્વ અંગે તમારાં અંગો છે એમ જ્ઞાન-યની સાપેક્ષાએ જાણે. તમારું શરીર એ વિશ્વનું અંગ છે એમ જાણીને તમે અનંત આકાશ સમાન ઉદાર બનીને કાર્યો કરો. કાર્યો કરતાં અનેક મુશ્કેલીઓ સામી આવે તો તેની સામે યુદ્ધ કરીને વિજય મેળવે. કાર્ય કરતાં પરાજય થાય તો તેથી આત્મસામર્થ્યના વિશ્વથી પાછા ન હઠતાં કાર્ય કરે. મરણની છેલ્લી પળ સુધી આત્મતિનાં કાર્ય કરે
For Private And Personal Use Only