________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- -
-
-
-
૧૦૨
અધ્યાત્મ મહાવીર ત્યાગ છે. મનુષ્ય દુઃખોને સહવારૂપ તપથી આત્મમહાવીરતા પ્રગટાવી શકે છે. નામ, રૂપ, મેહ, કીર્તિ, પ્રતિષ્ઠા, ચાહના વગેરેથી પરમાતમપદના ઊંડા આનંદમય પ્રદેશમાં પ્રવેશ થતો નથી. દેહાધ્યાસ. છૂટડ્યા વિના હું કોઈને મળી શકતો નથી. જેઓ દેહભાવે કે બાહ્યાભાવે મરતા નથી તેઓ મારા પરબ્રહ્મમહાવીર એવા ઉજજવલ. પ્રકાશને પ્રાપ્ત કરી શક્તા નથી. દેહાધ્યાસ અને મનને માર્યા વિના કેઈ આત્મજીવનને પ્રાપ્ત કરી શકતા નથી.
પિતાના સંબંધમાં આવનારા સર્વ મનુષ્ય વગેરેને દુખ, આપત્તિ, સંકટમાં સહાય આપે. પરસ્પર સહાય કરશે. એકબીજાને મેરુની પેઠે અડગ બની સહાય આપે. જેઓ સહાય કરે છે તે આત્મત્યાગીઓ છે. મનુષ્યને સહાય કરનારાઓ પર મારો પ્રેમ. વર્ષે છે, અને તેથી તેઓની શુદ્ધ બુદ્ધિની તથા સત્ય પ્રેમની વૃદ્ધિ થાય છે. ગૃહસ્થને અને ત્યાગીઓને સહાય આપતાં મૃત્યુ આવે. તેથી ખુશ થાઓ, કારણ કે તેવા મરણથી મારી નજીક તેમ આવે. છે. સહાયમાં શરીર અને પ્રાણ ત્યાગ થવાથી મનુષ્ય અન્ય ભવમાં ઠેઠ પ્રભુતા અને એકતાની નજીક આવે છે અને તે મને ભેટી મારા સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ન્યાયી મનુષ્યોને અને ધમીઓને સહાય કરે. ઉદાર વિચારાચારમાં મગ્નેને સહાય કરો. તમારા આત્માને ઉચ્ચ બનાવવા માટે તમે તમારા સંબંધમાં આવનારાઓને નિષ્કામ બુદ્ધિથી સહાય કરો. મનુષ્યને મારા ભક્ત બનાવવામાં સર્વ પ્રકારે પ્રેમ, પ્રભુતા, સુન્દરતા, સત્યતા, એકનિષ્ઠા, પ્રામાણિકતા વગેરે ગુણની પ્રવૃત્તિથી સહાય કરે. દુષ્ટ રાક્ષસોને પણ સાત્વિક, બનવામાં સહાય કરો. ગરીબને, રેગીઓને, અનાથોને, અબેલાં અપંગેને બનતી સહાય આપે. દુઃખીના કરુણ શબ્દની પાછળ જાઓ અને તમારા સુખને ભેગ આપી તેઓને સહાય કરે.
અને સહાય આપે, પણ ફૂલે નહીં. અને સહાય તમાં જે પ્રમાણમાં આપે છે તેના કરતાં લાખો કરોડ અનંતગુણી
For Private And Personal Use Only