________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧oo
અધ્યાત્મ મહાવીર અને તેને ચગ્ય તે માર્ગ ગ્રહણ કરે છે. તાપ વિના સુવર્ણની શુદ્ધિ થતી નથી, તેમ અનેક દુઃખે સહન કર્યા વિના અને ઉપસર્ગ, પરિષહ, સંકટ, વિપત્તિઓને ઉત્સવ સમાન સમજીને પૂર્ણ હર્ષ પામ્યા વિના આત્માની સત્યજ્ઞાનાદિ શક્તિઓને પ્રકાશ થતું નથી.
પિતાના પર જૂઠાં તહોમત, કલંક, આળ, અપકીતિ, નિન્દા વગેરે આવે ત્યારે પિતાના આત્માને જિનરૂપે ભાવે, પણ દીનરૂપે ન ભાવે. અમુક નામરૂપથી ભિન્ન ભાવે, પણ જૂઠાં કલંકાદિને સંકલ્પમાત્ર પણ મનમાં ન ઊઠવા દે. પિતાને કઈ ગમે તેમ કહે તેથી ભય કે સંકોચ ન પામે. અશક્ત ન બને. વીરતા વિના કઈ આત્માની પ્રભુતા, સુન્દરતા, એકતા પ્રાપ્ત કરી શકતું નથી. પિતાના પર અસત્ય આળ કે સંકટ આવતાં ગભરાઈ ન જાઓ. જેઓ ગભરાય છે તેઓ મારા ભક્ત જૈન બની શક્તા નથી. મારા ભક્તો દુશ્મનના અનેક આક્ષેપોમાં અને રાગીઓની સ્તુતિમાં પિદુગલિક માયાભાવ સમજીને વિકૃતિની પેલી પાર રહેલા આત્મામાં મસ્ત બને છે અને કર્તવ્ય કાર્યોમાં પ્રેમ, પ્રભુતા, સુન્દરતા, એકતાને અનુભવ કરે છે. જેઓ ગાડરિયા પ્રવાહવાળી દુનિયાથી ડરે છે તેઓ મારા મહાવીરસ્વરૂપને દેખીને તેને પ્રાપ્ત કરી શક્તા નથી. પિતાના આત્માને કોઈ ગમે તે રીતે કહે તેથી તમારે તે સંબંધી લક્ષ આપવાની જરૂર નથી. જો તમે તે સંબંધમાં લક્ષ આપશે તે મારી તરફ આવવા છતાં પાછા પડવાના. તમારે ફક્ત મારી તરફ આવવા માટે દુખે સહવા જોઈએ, વિપત્તિઓ સહન કરીને સર્વ જીવોના ભલામાં ભાગ લેવો જોઈએ. દુનિયા દીવાની છે. તે ગમે તેમ કહે, તેના બોલવા ઉપરથી તમારી ઉન્નતિ–અવનતિ નથી; પણ તમારી ઉન્નતિ તે તમારા હાથમાં છે અને અવનતિ પણ તમારા હાથમાં છે.
આત્માને માન, અપમાન, કીર્તિ, અપકીતિ લાગતાં નથી. મનની દશામાં મન-અપમાન, સ્તુતિ-નિન્દા છે, પણ તે સર્વે મિથ્યા
For Private And Personal Use Only