________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ પરિણમે એટલે તમે મારા સ્વરૂપને પ્રત્યક્ષાનુભવ કરી શકશે. મારી સાથે એક્તા અને સમતા પામતાં વચ્ચે રહેલા કર્મમાયાના વિક્ષેપકારક પડદા ચિરાઈ જશે. નકામાં અને અર્થશૂન્ય શાસ્ત્રોનાં વાક્યોના વાદવિવાદે મૂકી દે. હૃદયમાંથી જે સ્વાભાવિક પ્રેમમય, પ્રભુતામય, સત્યમય ઉદ્ગારો નીકળે તેથી મારું સ્તવન કરો. સત્ય અનંત છે તેને પ્રગટાવે. ઉપાધિભેદે સત્યના અનંત ભેદ છે અને જે અનંત સત્યરૂપ આત્મા છે તેને અનંત પ્રકારે મનુષ્ય શોધે છે, પ્રગટાવે છે.
સર્વ મનુષ્યને એકસરખી આત્મદષ્ટિએ દેખે અને તેઓને પ્રેમથી પૂજે. તેએામાં એકતા જુઓ. એવી રીતે વર્તવું તે જ મારે જૈનધર્મ છે. અસત્ય, નીચતા, ભેદતા, સ્વાર્થતા, દુઃખ અને અજ્ઞાનનો જય કરનાર તે જિન-અર્ણન છે અને તેવા મારા પગલે ચાલવાની ઈચ્છા કરનાર તથા પ્રવૃત્તિ કરનાર બ્રાહ્મણે અને સર્વ વણુંય મનુષ્ય જૈન છે. મારા ભક્તો અમુક ચિહ્યું કે ક્રિયા કરવામાત્રથી જૈન ભક્ત બની શકતા નથી, પણ તેઓ પ્રેમ, પ્રભુતા, સૌન્દર્ય, સત્યતા, એકતા, આનંદ પામી જૈન બની શકે છે.
અનેક પ્રકારના મતભેદોમાં સહનશીલતા ધારણ કરો અને તેમાં રહેલું મારું અંશે અંશે જે સત્ય સ્વરૂપ છે તે શેધો. અનેકપ્રકારની વિપત્તિઓ પડવાથી ગભરાઓ નહીં. ફાંસીએ ચઢતાં, ભૂલીએ ચઢતાં તમારા શરીરમાં રહેલા આત્માને અમર દેખે. આત્મા છેદા નથી, ભેદા નથી, અગ્નિથી બળતું નથી, પાણીથી ભીંજાતો નથી. તમને કોઈ મારી શકતું નથી અને તમે કઈને મારી શક્તા નથી. જેને નાશ થાય છે તે તો વસ્ત્ર સમાન શરીર છે. તેથી તમારો નાશ થતો નથી. એક શરીરનો નાશ થતાં આત્મા કૃતકર્માનુસારે બીજું શરીર ધારણ કરે છે એવી પૂર્ણ શ્રદ્ધા રાખે અને પૂર્ણ વિશ્વાસી બનો. આ ભવમાં તમારા આત્માને જ્ઞાનાદિ વિકાસ જે ક્રમથી બાકી રહ્યો છે તે અન્ય ભવમાં ત્યાંથી ખીલે છે
For Private And Personal Use Only