________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર ક્ષત્રિયકુંડની પ્રજાને ધર્મોપદેશ ક્ષત્રિયકુંડની પ્રજા : પ્રત્યે મહાવીરદેવ, જ્ઞાતપુત્ર વર્ધમાન વિશે ! અમે આપને નમીએ છીએ, વંદીએ છીએ, પૂજીએ છીએ.
આપ વિશ્વને ઉદ્ધાર કરવા ત્યાગી થવાના છે. અમે આપને વિરહ એક ક્ષણમાત્ર ખમી શકીએ તેમ નથી. પ્ર . આપના સમાગમમાં અનંત વર્ષે જાય તે પણ એક ક્ષણ જેવા લાગે છે. આપ પ્રભુના સમાગમથી ક્ષત્રિયકુંડ નગરીની આબાલવૃદ્ધ પ્રજા ઉન્નતિના માર્ગે ગમન કરી રહી છે અને આખો દેશ સત્ય, શાંતિ, પ્રગતિ અને સુખને શ્વાસોચ્છવાસ લેવા માંડયો છે. આપ ત્યાગાવસ્થા ગ્રહી વિશ્વમાં સંચશે. કૃપા કરીને આપ અમને હિત વચન સંભળાવશે. પ્રેમપદેશ :
પ્રભુ મહાવીરઃ ક્ષત્રિયકુંડનગરના પ્રજાજને! તમે સત્સમાગમપ્રિય છે. આ દેશમાં મારી પાછળ અનેક પ્રભુપ્રેમી મહાભક્તો
ગટશે. જે કાલે જે જે ધર્મતત્વની ન્યૂનતા કે હીનતા થશે તેને આ દેશમાં પ્રગટેલા મહાત્માઓ દૂર કરશે. પ્રજાજને! તમે પ્રેમ, પ્રભુતા, સુંદરતા, એકતા, આનંદને ખીલ. પ્રેમ વિના વિશ્વમાં વ્યાપી રહેલું સૌન્દર્ય દેખાતું નથી. સત્ય પ્રેમ એ આનંદની દષ્ટિ છે. પદાર્થના ભેગની વૃત્તિ તે મેહ છે. મેહમાં અને પ્રેમમાં આકાશપાતાલ જેટલું તફાવત છે. પ્રેમથી પ્રભુને સર્વત્ર સર્વ છામાં દેખી શકાય છે. જેઓ મારા પ્રેમી છે તેઓ સર્વત્ર મને દેખે છે અને તેઓને વિશ્વદર્શનરૂપ મારું દર્શન થાય છે. સત્ય પ્રેમ વિના કોઈ વસ્તુની પ્રભુતા કે સુંદરતા દેખાતી નથી. પ્રેમી ભક્ત ધરમાં, કુટુંબમાં, દેશમાં, સંઘમાં અને અણુઅણુમાં મારી પ્રભુતા દેખી શકે છે. પ્રેમમાંથી જેમ જેમ મોહની અશુદ્ધતા ટળતી જાય છે તેમ તેમ પ્રેમ વિશુદ્ધ અને આનંદને પ્રકાશ કરનાર થતા જાય છે. પ્રેમ વિના કોઈ મનુષ્ય આનંદી, હરસુખે, પ્રફુલ, ખુશમિજાજ બની શકતો નથી. પ્રેમ દુશમને મિત્રરૂપમાં બદલી નાખે છે. માટે તમે એમી બને.
For Private And Personal Use Only