________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૯૩ વિના પ્રવર્તવાનું શિક્ષણ તેમણે આપ્યું છે. દેશ, રાજ્ય, સંઘાદિકના નાશક શત્રુઓને પરાજય કરવાનું શિક્ષણ આપ્યું છે. પ્રજાને પુત્રવત્ પાલન કરવાનું શિક્ષણ આપ્યું છે. ચારે વર્ણ સ્વાધિકારે ગુણકર્મયુક્ત નિરાસક્તપણે કર્મ કરીને અને હૃદયની શુદ્ધિ કરીને પરબ્રહ્મમહાવીરપદને પોમે છે, એમ અનુભવધ આપે છે. ' ગૃહસ્થાવાસમાં દરેક કર્મ પ્રભુ સારી રીતે કરતા હતા. હાલ તેઓ - ત્યાગદીક્ષા વડે ધાર્મિક વિશ્વોદ્ધાર કરવા તત્પર થયેલ છે. તેમની અનંત શક્તિઓને પાર પામી શકાય તેમ નથી. સર્વ દેશમાં, સર્વ ખંડોમાં, સર્વ કાલમાં મનુષ્ય શુદ્ધ પ્રેમથી પ્રભુને પ્રાપ્ત કરી શકે છે, એમ મહાવીર પ્રભુ જણાવે છે.
દર્શન, મત કે પંથમાં, ધાર્મિક કર્મકાંડમાં મનુષ્યો એકાતે ગૂંચાઈ જાય છે અને પ્રભુને હૃદયમાં અનુભવતા નથી. સર્વ મનુષ્ય જીવમાત્રમાં પ્રભુની પ્રભુતા અનુભવતા નથી અને ધર્મના નામે ભેદ, ખેદ, કલેશ, ઉચ્ચ-નીચાદિ ભાવ, કે જે આસુરીભાવે છે, તેઓને સેવે છે. તેઓને પ્રભુ ત્યાગી બની સંહારવાના છે. અધર્મી રાગ, દ્વેષ, કામાદિ અરિ (શત્રુ), કે જે વિશ્વના જીવોને. દુઃખ દે છે, તેઓને તેઓ હણવાના છે અને મનુષ્યમાત્રને તેઓમાં રહેલા વૈરીઓને હણને અરિહંત પદ પ્રાપ્ત કરાવવાના છે. વિશ્વના મનુષ્ય વગેરેમાંથી તગુણ, રજા ગુણ અને સત્ત્વગુણના ભાવ દૂર કરીને ત્રિગુણાતીત આત્મસ્વરૂપ છે, જ્ઞાનાનન્દ ગુણાદિમય છે, એને પ્રગટ કરવાના છે. પૂર્વે અઢીસો વર્ષ પહેલાં શ્રી પાર્શ્વનાથ તીર્થંકરે આવું અરિહંતપદનું કર્તવ્ય કર્યું હતું, પરંતુ કલિયુગમાં વિશ્વનું ઉદ્ધારક અને સર્વોત્કૃષ્ટ અરિહંત-કર્તવ્ય તે પરમબ્રહ્મ મહાવીર પ્રભુ કરવાના છે. મહાવીર પ્રભુના દીક્ષા મહોત્સવપ્રસંગે અનેક સન્ત, ઋષિઓ, ભક્તો, ગીઓ, બ્રાહ્મણ, બ્રાહ્મણીએ અત્રે પધારવાનાં છે. તેઓની સેવાભક્તિ કરવાનો પ્રસંગ મળશે. હહે હું પ્રભુની દીક્ષાના મહોત્સવની પ્રવૃત્તિ પ્રારંભું છું.
For Private And Personal Use Only