________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. દીક્ષા મહોત્સવની તૈયારી અને
ક્ષત્રિયકુંડની પ્રજાને ઉપદેશ
નંદિવર્ધન : સત્યરૂપા! શ્રી મહાવીર પ્રભુના ત્યાગદીક્ષામહોત્સવની તૈયારીઓ કરવાની જરૂર છે. મૃગશીર્ષ કૃષ્ણ દશમીના દિવસે મધ્યાહ્ન પછી પ્રભુ ત્યાગદીક્ષા અંગીકાર કરશે. ચાર નિકાયનાં દેવ અને દેવીઓ, ચોસઠ ઈન્દ્રો અને ઈન્દ્રાણીઓ, ભારતાદિ સર્વ દેશોના રાજાઓ, પ્રધાન, મહર્ષિઓ, બ્રાહ્મણ, કૌટુંબિક, વિ અને શુદ્રો વગેરે ત્યાગદીક્ષાના મહોત્સવમાં પધારશે. તે પ્રસંગે પરબ્રહ્મ શ્રી મહાવીરદેવ ગૃહસ્થ ધર્મ અને ત્યાગધર્મનું સ્વરૂપ સમજાવશે. પુરુષ અને સ્ત્રીવર્ગને ગૃહસ્થાવાસમાં જોતેર અને ચેસઠ કલાનું શિક્ષણ લેવું જોઈએ એ ઉપદેશ તેમણે પૂર્વે આ હતા. પ્રભુએ ગૃહસ્થ ધર્મનું આદર્શ જીવન ગાળ્યું. છે. બાલ્યાવસ્થામાં તેમણે જાતે વૃક્ષો પર આરેહવાની, જલ પર તરવાની, મહલવિદ્યા વગેરે અનેક રમતગમતની વિદ્યાઓનું બાળકને શિક્ષણ આપ્યું હતું. તેમની સાથે હજારો બાળકે બાલ્યાવસ્થામાં વૃક્ષારોહણાદિ રમતાથી શારીરિક, માનસિક પુષ્ટિ કરતા હતા.
શ્રી મહાવીર પ્રભુએ ધનુર્વેદાદિ યુદ્ધવિદ્યા વડે બાળકેને યુદ્ધવિદ્યામાં કુશલ કર્યા હતા, કે જેથી તેઓ દેશ, સંઘ, રાજ્યાદિકનું રક્ષણ કરી શકે. મને પણ પ્રભુએ યુદ્ધવિદ્યા, રાજ્યશિક્ષણ આદિ શિક્ષણે આપ્યાં છે. શારીરિક કેળવણીથી શરીરની પુષ્ટિ કરવાની સર્વ બાબતે તેમણે શીખવી છે. ગૃહસ્થ ધર્મમાં આસક્તિ
For Private And Personal Use Only