________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર માં, દુશ્મનો વચ્ચે અને રાત્રિદિવસમાં આપ ભક્તોના સંકટ દુઃખે, વિપત્તિઓ ટાળો છે. સંકટના સાગરને એક ક્ષણમાત્રમાં આપ શુષ્ક કરી દે છે.
સરૂપ સર્વ જડ પર્યાયમાં આપ એક આત્મમહાવીર પરમસત્ય પરમશક્તિમાન છે. આપના નામસ્મરણ અને જાપથી ભક્ત પ્રેમીઓના રોમાંચ ખડા થાય છે, અને આપ તેનામાં સત્તાએ તિભાવરૂપે રહેલા હે છે તે આવિભાવરૂપે થાઓ છે. તેથી ભક્તોમાં વીરશક્તિઓને આવેશ, જુસ્સો પ્રકટે છે, ભીડ. વખતે આપ વીર ભગવાનને જેઓ પૂર્ણ શ્રદ્ધાથી યાદ કરે છે તેઓને આપની અનેકરૂપે અણધારી મદદ મળે છે. અનેક પ્રકારના તને, પ્રમાણેને વાદવિવાદ કરવાથી કંઈ આપને પ્રેમ પ્રાપ્ત. કરી શકાતું નથી. અતિ તકથી મનુષ્ય નાસ્તિક અને મિથ્યાત્વી બને છે. જે તકશાસ્ત્રો અને તત્વશાસ્ત્રોથી આપની શ્રદ્ધાભક્તિમાં મનુષ્યનાં મન વળે છે તે ખરાં છે. આપના પર પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ પ્રેમ એ જ તર્કશાસ્ત્રો, ધર્મશાસ્ત્રો, વેદે અને આગમે છે. આપના વિના ધર્મ નથી અને ધર્મશાસ્ત્રો નથી. આપના ભક્તોનાં હૃદમાં દેશકાલાનુસાર જે જે સવિચાર પ્રગટે છે તેનાં બનેલાં સર્વ ભાષાનાં ગદ્ય અને પદ્યો ધર્મશાસ્ત્રરૂપ છે.
આપના પર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ પ્રેમ ધારણ કરવો અને પછી ઔદયિકભાવે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ પ્રમાણે જેમ ઘટે તેમ વર્તવું તે સહજભાવે ધર્મ છે. દુનિયામાં ચાલતા સર્વેના અધિકાર જુદા જુદા એવા અસંખ્ય ધર્માચાર, ક્રિયાઓ, અનુષ્ઠાને, વતેમાં હઠથી જે રહેવું અને તેમાં ધર્મ માની ધર્મશાસ્ત્રોથી મતભેદો ઊભા કરીને પરસ્પરમાં દ્વેષભાવ, ભેદભાવ ફેલાવ–એવો નીરસ શુષ્ક ભાવ, જડ વાદભાવ ખરેખર આપના સદુપદેશમાં નથી, અને કલિયુગમાં ઊભે થશે તે તેને આપના પ્રેમીઓ માનશે નહી. જે જે મનુષ્યને જે જે રીતે આપના પર પૂર્ણ શ્રદ્ધા–પ્રેમ પ્રગટે
For Private And Personal Use Only