________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તેઓ બને છે, પરંતુ તેઓને પ્રેમ તે આપના ઉપર હોય છે તેથી તેઓ આપ વિના અન્ય કશામાં રાજી થતા નથી. જ્યાં આપના પ્રેમીઓ રાગી બને છે ત્યાં અનેક પર્યાયોવાળું આપનું સ્વરૂપ હોય છે. તેઓ જ્યાં પ્રેમથી આકર્ષાય છે અને પ્રાણાદિકની આહુતિ આપે છે ત્યાં આપ પૂર્ણ શુદ્ધ પ્રેમસ્વરૂપ પરબ્રહ્મ જ સત્તાએ છે. તેને જ્યાંત્યાં ચિદાનંદપૂર્ણપ્રિયરૂપ આપ જ ભાસો છે. આપના પૂર્ણ પ્રેમી ભક્તોની અસંખ્ય વૃત્તિઓને જ્યાં જ્યાં રસ પડે છે અને તે સમાધિને પામે છે ત્યાં ત્યાં આપ વ્યક્ત થયેલા પરબ્રહ્મા મહાવીર પ્રભુ હયાત છે.
આપની કર્મપ્રકૃતિ લીલાને તથા આપની આત્મમહાવીર ગુણપર્યાયની સવિકલ્પ-નિર્વિકલ્પ લીલાને કઈ વાણીના વર્ણનથી પાર પામી શકે તેમ નથી, તો હું આપના પૂર્ણ સ્વરૂપને કેવી રીતે વર્ણવી શકું?
આપની જ્યાં જ્યાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય વગેરેની લીલાદિ વિભૂતિ દેખું છું ત્યાં હું મારા પ્રાણ પાથરું છું. સર્વ પ્રકારનું વીરપણું અને સર્વ પ્રકારનું સત્ય પ્રેમ ક્યાં છે ત્યાં આપ છો. એકમાં જે આપને સર્વ પ્રકારના પૂર્ણ મહાવીરરૂપે અનુભવે છે તેઓ પ્રેમથી પાકીને અનેકમાં—સવમાં આપના સ્વરૂપને અનુભવે છે અને તેઓની એવી દષ્ટિ પ્રગટી નીકળે છે કે તેઓ આ૫ વિના બીજું કશું કંઈ દેખી શકતા નથી. એવી આપના પ્રેમની ભાવાવસ્થા જેએનામાં વારંવાર પ્રગટે છે તેઓ તુર્યાવસ્થામાં જઈને ભૂલ દષ્ટિથી દેખાતા જગતમાં પરમસત્ય મહાવીર પ્રભુને નિરાકાર તિરૂપે સાક્ષાત્કાર કરી શકે છે. એવી પરમપ્રેમમય ભાવાવસ્થામાં મેં આપને નિરંજન નૂરરૂપે સંદા અનુભવ કર્યો છે. તેથી બાહ્યમાં અને અન્તરમાં મહાસત્તાનયે આપ એક પરમસત્ય વ્યાપક પરમબ્રા મહાવીર છે. આપ સર્વરૂપે છે અને સર્વ આપરૂપ છે. આપના સત્ય પ્રેમાવેશમાં ધારણા, ધ્યાન, સમાધિને
For Private And Personal Use Only