________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપા સૂક્ત
૮૩ પ્રેમથી જ અનેક પ્રકારની શક્તિઓને પ્રગટાવી શકે છે. આપના સત્ય પ્રેમની આગળ સ્વાર્થ, પરમાર્થ કે શરીરાદિકનો કંઈ હિસાબ ગણાતો નથી. આપનો સત્ય પ્રેમ જેઓના હદયમાં પ્રગટળ્યો છે તેઓને નિર્દોષતા પ્રગટે છે. દુનિયાના અન્ન લોકો તેઓને સદોષ દેખે છે, પરંતુ તેઓની દશા આન્તરથી તેવી હોતી નથી. તેથી તેઓ આગળને આગળ વધ્યા કરે છે. અન્ય મનુષ્યો પરબ્રહ્મ મહાવીરભાવે પિતાને ચાહે તેની પૂર્વે અન્યની આશા રાખ્યા વિના આપના પ્રેમી ભક્તો અને આત્મમહાવીરથી ચાહે છે અને સત્ય મહાવીર પ્રેમની ચાહનામાં કાયાદિકને ભેગ આપે છે. તે દેહાધ્યાસનો ત્યાગ કરે છે અને એ જ આપની અહિંસાભાવની સેવા છે. દુષ્ટના નાશમાં અને આપના ભક્તધામ એ ઉપર પ્રેમ ધારણ કરવામાં તથા “વિશ્વ તે જ આપે છે, આપ તે વિશ્વરૂપ છે અને આપ તથા વિશ્વથી ભક્તો ન્યારા નથી” એવી ભક્તિભાવના વડે જેઓ મન, વાણી, કાયાથી પ્રવર્તે છે તેઓ હું–તું આદિ ભેદભાવની પેલી પાર જઈ, સ્વગય અને આત્મમહાવીર અભેદપ્રેમભાવનામાં આપની સાથે રંગાઈ આપે આપ સચ્ચિદાનંદ પરમદેવ મહાવીરરૂપે વ્યક્ત બને છે.
આહારાદિ શારીરિક જીવનની પ્રવૃત્તિની ઈચ્છા, કમેંદ્ધિની અને જ્ઞાનેન્દ્રિયપંચની પ્રવૃત્તિ આદિ પ્રકૃતિના ધર્મો તો કુદરત–પ્રકૃતિ થી બંધાયેલાં શરીર, વાણી અને મન જ્યાં સુધી આત્માની સાથે છે ત્યાં સુધી મરણપર્યન્ત જીવન્મુક્ત એવા આપના સત્ય પ્રેમીઓને સેવવા પડે છે, પણ આપના પૂર્ણ પ્રેમીઓ તે પ્રકૃતિ અને તેના પર્યામાં પણ આપની સ્થાપના–ભાવનાને અનુભવી આપની સાથે અય અનુભવે છે. તેમાં પ્રકૃતિ તેઓને સાનુકૂલરૂપે પરિણમ્યા કરે છે, પણ પ્રત્યવાય (વિષ્ણ) કરતા નથી.
આત્મમહાવીરભાવે જેએ જાગ્યા છે તેઓને જડ પ્રકૃતિ રિમા કરે છે. જડ પ્રકૃતિરૂપ વિશ્વના સર્વ પર્યાચના કર્તા, કર્તા,
For Private And Personal Use Only