________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપી સૂક્ત વિષયમાં થતું શુભાશુભત્વ ટળી જાય છે. તેથી આપના ભક્ત જ્ઞાનીએ શુદ્ધાત્મમહાવીરભાવમાં પરિણામ પામીને મસ્ત રહે છે. તેઓ મૃત્યુ વગેરેને હિસાબમાં ગણતા નથી. આપના જ્ઞાની ભક્તોને વૈદેહભાવ હોવાથી તેઓને જે કેટલેક શુભાશુભ વ્યવહાર છે તે સ્વપ્રારબ્ધ કર્મની પ્રેરણાથી છે. અન્ય જીવોનો પણ શુભાશુભ પ્રેરણાથી ઘણેખરો પ્રારબ્ધ કર્મ વ્યવહાર હોય છે. આત્મજ્ઞાનીઓ વિશ્વમાં પરોપકારનાં કર્મો કરીને અહિંસાભાવની વૃદ્ધિ કરે છે. આપના ભકતોને લેકોની અનેક દૃષ્ટિએમાં કપાયેલા ઔદયિક મન–વાણું-કાયાને વ્યવહાર વસ્તુતઃ હિંસાભાવવાળે છતાં અહિંસાભાવવાળા હોય છે.
વિશ્વના લોકોના ઉદ્ધાર માટે અનેક ઉપસર્ગો, વિપત્તિઓ, સંકટ, દુઃખ સહન કરવાં, અનેક જાતનાં અપમાન, કાપવાદ, અપકીતિ, આળ આદિ સહન કરવાં અને છેવટે પ્રાણાદિકનું સમર્પણ કરવું તે અહિંસાભાવની તથા અહિંસાકની વૃદ્ધિ છે અને એ રીતે તે આપ પ્રભુની સેવા, ભક્તિ, આરાધના અને ઉપાસના છે. દુનિયાના દેરંગી શબ્દો, લેકસંજ્ઞા, શાસ્ત્રસંશા, નામ, રૂપ, મોહને જે આપના વિચારે વડે આપના મહાવીર સ્વરૂપમાં પરિણમવા માટે ભેગ આપે છે તે લોકાપવાદાદિ વિષના પ્યાલાઓનું પાન કરીને તેઓને અમૃતરૂપે પરિણુમાવે છે. દુનિયાના અનેક ખરાબ શબ્દો અને તેઓની પોતાના વિરુદ્ધની માન્યતાઓની ઉપેક્ષા કરીને આપની આજ્ઞા પ્રમાણે સત્કર્મો કરવાં અને દેશ, કેમ, સમાજ સંઘાદિકનું ભલું કરવું એ જ આપની આંતર અહિંસાભક્તિ છે. પિતાના આત્મા પર, મન પર અને શરીર પર દુનિયાના ખરાબ વિચારો અને શબ્દો વગેરેની અસરરૂપ હિંસા ન લાગવા દેવી તે જ અહિંસા છે. આભમહાવીર નિરંજન, નિરાકાર, જ્યોતિ સ્વરૂપ છે. તે નિરાકારભાવે નામરૂપથી જુદા છે, રૂપી જડ પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છે એવો જે આત્મામાં નિશ્ચય થાય
For Private And Personal Use Only