________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપ સૂક્ત ભજી આપની ભક્તિ કરે છે. જેઓ દેશકાલાનુસાર હાલમાં આપની ભક્તિ કરતા નથી તેઓ હિંસક બને છે અને કલિયુગમાં તેવી ભક્તિ નહીં કરે તેઓ હિંસક બનશે.
સત્ય પ્રેમની વૃદ્ધિ કરવી. સર્વ મનમાં આપનું સ્વરૂપ માની તેઓને એકસરખા ખાનપાનાદિ દ્વારા જીવનમાં સમાન હકથી સન્માનિત કરવા. ઉચ્ચનીચનો ભેદ ટાળવો. વિશ્વસેવા, પરોપકાર, દાનાદિ સત્કર્મો કરવાં. અન્યાય અને કલેશને નાશ કરવા. રાજ્યાદિકની સુવ્યવસ્થા કરવી. દેશમાં કેઈપણ ભૂખ્યું ન રહે એવી વ્યવસ્થા કરવી. સર્વ પ્રકારનાં પુરુષ અને સ્ત્રીઓની ઉન્નતિ થાય, એકતા થાય અને આપ પરમાત્મમહાવીરદેવરૂપ વિશ્વના સર્વ જીવોનું સ્વરૂપ છે એવું સમજાય, એવી કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ આદિ જીવનશક્તિઓને પ્રગટાવવી એ જ અહિંસા-ઉત્પત્તિ-સર્ગ યુગ છે અને તેથી વિપરીત સંહારયુગ વ્યયરૂપ હિંસા છે એવું જાણીને જેઓ હાલમાં વતે છે તે અહિંસાત્મક આપના વિરાટ સમષ્ટિરૂપના ભક્ત જૈન સર્વ વિશ્વમાં જીવન શક્તિઓ વડે જીવનારા જાણવા–એમ આપે મને ઘણી વખત પ્રકાર્યું છે. આપના ઉપદેશોને જેઓ અનેક દષ્ટિઓની સાપેક્ષતાથી સમજે છે તે પ્રશસ્ય હિંસા અને પ્રશસ્ય અહિંસાના અસંખ્ય માર્ગો વડે આપને મળે છે. આપને નમસ્કાર થાઓ !
પરબ્રહ્મ મહાવીરદેવ ! આપની સાથે જેએના આત્માઓ જોડાય છે તેઓનાં હૃદયમાં અનંત શક્તિ અનેક રૂપાંતરોથી પ્રગટ થાય છે. આપના સર્વ જીવો છે અને સર્વ જીવોના આપ છે. આત્માઓના જ્ઞાતિ, વય, શરીર, વર્ણાદિક ઉપાધિભેદે જે ભેદ પડ્યા છે તેઓને આપ દેખતા નથી. આપ તે સર્વ જીવોના પ્રેમને દેખો છે અને પ્રેમથી મળે છે. જ્યારથી આપના ઉપર સત્ય પ્રેમને અંશ જેના હૃદયમાં પ્રગટ્યો છે ત્યારથી આપને ભક્ત બને છે. એકવાર આપનું સ્વરૂપ જેણે જાણ્યું કે અનુભવ્યું તે ત્યારથી મુક્ત છે. શુદ્ધાત્મમહાવીર જ્ઞાનીઓ સર્વ પ્રકારનાં કમેની
For Private And Personal Use Only