________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
અધ્યાત્મ મહાવીર અ સર્વે અહિંસારૂપ આપની ભક્તિનું કર્તવ્ય છે. આપના ભકતો પ્રશસ્ય સમષ્ટિસમાન સુખદાયી નૈતિક કર્મો કરીને નીચને એક ભવમાં ઉચ્ચ કરી શકે છે. આપની આજ્ઞારૂપ જે સ્વાશ્રયતા છે તેને અંગીકાર કરીને ભક્ત જૈનો એક જ ભવમાં નીચગેત્રને ઉચ્ચગોત્રરૂપે ફેરવી શકે છે. એ અષ્ટકર્મની પાપપ્રકૃતિએને શુભ પુણ્યપ્રકૃતિરૂપે એક જ ભવમાં ફેરવી દે છે. તથા સંઘને એકસરખો શુભકર્મફલભક્તાવાળો બનાવી દે છે. આત્મવીરની વીરતાવાળું સર્વ મનુષ્યસંઘરૂપ આપનું વિરાટ પ્રભુસ્વરૂપ સર્વ કર્તવ્ય કરવાને શક્તિમાન થાય છે. નિરાશાનું તો સ્વપ્ન પણ રહેતું નથી.
આ વિશ્વની સર્વ આજીવિકાદિ સંપત્તિમાં સર્વને એકસરખે ભાગ છે અને તે સર્વને એકસરખી રીતે વ્યવસ્થાસર મળે તે માટે અહિંસાત્મક રાજ્યશાસનની પ્રવૃત્તિ તથા આપની ભક્તિની વ્યાપકતા સર્વત્ર પ્રગટવાની જરૂર છે, કલિકાલમાં સર્વ જાતીય સંઘશક્તિની વ્યવસ્થા વડે સર્વદેશીય લેકેની શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ થશે. માટે કલિકાલમાં જેઓ સર્વ જાતીય સંઘશક્તિની વ્યવસ્થાથી અપ્રમત્તપણે પ્રવર્તશે તેઓ આપના પ્રેમથી સર્વ વિશ્વના રક્ષક બની છેવટે આપને પ્રાપ્ત કરશે.
ઐકે સિક, યુગે યુગે સર્વ વિશ્વમાં સર્વ પ્રકારની શક્તિઓના સંઘને ઉત્પત્તિકાલ અને યુગે યુગે સર્વ પ્રકારની વિજ્ઞાન–બળ– રાજ્યાદિક શક્તિઓની વ્યયતારૂપ સંહારકાલ એ બને સાથે મુખ્યગૌણપણે સર્વ દેશમાં અને સર્વ પ્રકારમાં વારાફરતી પ્રવર્યા કરે છે. સંહાર તથા ઉત્પાદનાં સર્વ જાતીય બીજે તો સૂક્ષ્મ અને પ્રવસ્થિતિ પણે રહ્યા કરે છે. આજીવિકાદિ બાહ્યતર જીવનસૂત્રો જાણુને તે પ્રમાણે સંઘશક્તિની વ્યવસ્થાથી વર્તવામાં અહિંસારૂપ ઉત્પત્તિકાલ છે, અને દેશકાલાનુસારે આજીવિકાદિ બાહ્યાંતર જીવનસૂત્રોમાં નહીં પ્રવર્તવાથી સંહારકાલ—વ્યયકાલ છે અર્થાત્ હિંસાકાલ છે, એમ જાણીને આપના ભક્તો અહિંસા–સર્ગ કાલરૂપ આપના સ્વરૂપને
For Private And Personal Use Only