________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર આત્મવીર થાય છે. આપને જેઓ નિર્વિકલ્પ શુદ્ધોગદષ્ટિ, કે જેમાં રાગદ્વેષાદિ કષાયરૂપ સંસાર નથી એવી નિર્વિકલ્પ શુદ્ધોપગદષ્ટિએ આપને જેઓ અંગીકાર કરે છે તે આપને તેવા રૂપથી પ્રાપ્ત કરીને પરમાનંદ પ્રાપ્ત કરે છે. કર્મવેગે છદ્મસ્થદષ્ટિપરિણામે જેવા જેવા મનમાં પ્રગટે છે તેવા રૂપથી આત્મમહાવીર પોતાના આત્મમહાવીર પર્યાયરૂપ પિતાને પામે છે. ત્રિગુણાતીત કેવલદષ્ટિએ જ આપને ધ્યાવે છે તે આપને તેવા રૂપે પામે છે. આ પ્રમાણે ભૂતકાલમાં અનંત આત્માઓ સ્વસ્વભાવાનુસારે આપને પામ્યા છે, પામે છે અને પામશે.
આપ મહાવીર દેવ સર્વ પ્રકારના વિકલ૫–સંકલ્પથી તેમ જ સર્વ પ્રકારના રાગદ્વેષાદિ શુભાશુભ પરિણામથી શૂન્ય અર્થાત્ રહિત છે એમ માનીને જેઓ આપને તેવી દષ્ટિના ભાવમાં તલીન બનીને ભજે છે તેઓ માન-અપમાન, યશ-અપયશ, સારું-ખોટું, પુણ્ય-પાપ વગેરે સર્વમાં શૂન્યતા દેખે છે અને આપ આત્મમહાવીરમાં એક સત્તા કે સત્યતા દેખે છે. એ સર્વ પ્રકારના જડ ભાવમાં શૂન્યતા–અસારતા અનુભવીને આપને સચ્ચિદાનંદરૂપે પ્રાપ્ત કરે છે. મનની, શરીરની ખરાબી કરનાર અને મનમાં અનેક પ્રકારની ચિંતા પ્રકટાવનાર, દુઃખ પ્રકટાવનાર કલ્પનાઓને અને એના હેતુઓને મિથ્યા, અસતુ, બ્રાન્તિ, સ્વપ્નવત્ જાણીને શુદ્ધ પ્રેમસુખમાં સરૂપે આપને જે અનુભવે છે તે દુઃખઅને દુઃખના હેતુઓને તરી જઈ આપને પામે છે. બાહ્ય દુઃખહતુઓને સાગર જે અન્ય લેકોની દષ્ટિમાં કલ્પાય છે તેની અંશમાત્ર પણ અસર પિતાના પર તેને થતી નથી. તે સર્વે પાધિરહિત શુદ્ધ મહાવીરપ્રેમમાં પરિણમીને અનંત પૂર્ણાનન્દરૂપે આપને પામે છે. અનંતભાવરૂપ તીર્થંકરનામકર્મચગ્ય કેમપ્રકૃતિયુક્ત આપે અનંત શક્તિમય મહાવીરદેવ છે. આપને જે જેવારૂપે ઓળખે છે તેને તેવા રૂપે આપે મળે છે.
For Private And Personal Use Only