________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપા સુત અનુભવે છે તેઓને આપ તે તે ભાવે મળે છે. આપને જેઓ Áતદષ્ટિએ ભજે છે અને સેવે છે તેઓ આપને તે દષ્ટિએ પામે છે અને આપ તેઓને તે દષ્ટિએ મળે છે. આપને જેઓ નવધા ભક્તિએ કે દશધા અને દ્વાદશધા દૃષ્ટિએ સેવે છે તેઓને આપ તે તે રૂપે મળો છો. આપને જેઓ અષ્ટસિદ્ધિ, નવનિધિ, પચાસ લબ્ધિરૂપે ભજે છે તેઓને આપ તે તે રૂપે મળે છે. તેઓ આપને તે રૂપથી પામે છે.
આપને જેઓ શત્રુભાવદષ્ટિએ, મિત્રભાવદષ્ટિએ, પુત્ર, પતિ, પિતા, માતા, પત્ની આદિ અનેક પરિણામદષ્ટિએ ભજે છે તેઓ તેવા રૂપે આત્મવીરભાવને પામે છે. જેવો ભાવપરિણામ એવા પર્યાયવાળે આત્મમહાવીર પોતે પોતાને શુભાશુભ પરિણામે પ્રાપ્ત થાય છે. જેઓ જડભાવથી આપને ભજે છે તેવા જડ પૂજકો આપને તે ભાવથી પામે છે. આપને જેએ ચેતન્યભાવદષ્ટિથી માને છે, ભજે છે, પૂજે છે તેઓ આપને તેવા રૂપે પામે છે. જેવી જેની દષ્ટિની પરિણતિ થાય છે તેને તેવા ભાવથી આપ મળે છે. જે આપને જ્યાં શોધે છે ત્યાં તેને આપ મળે છે. જે આપને દેશભાવે, રાજ્યભાવે, વ્યાપારાદિ ભાવે ભજે છે તેઓને આ૫ તેવા તેવા ભાવે મળે છે. આપને તેઓ તેવા તેવા ભાવની દષ્ટિએ પામે છે.
આત્મામાં અનંત અધ્યવસાય-પરિણામ–ભાવની અનંત અને અસંખ્ય દષ્ટિઓ છે. જેવી દષ્ટિમાં પરિણામ પામીને આપને જે ભજે છે તેને આપ તેવા દેખાઓ છે. તેથી વિશ્વમાં અસંખ્ય ધર્મ-કર્મ દષ્ટિએના મતે, શાસ્ત્રો, આચાર બન્યા છે, બને છે અને બનશે. આપને જેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રભાવે ભજે છે તેઓ આપને તેવા રૂપે પામે છે. આપને જેઓ સર્વજ્ઞશુદ્ધાત્મમહાવીરભાવે ભજે છે તેઓ આપને તેવા રૂપે પરિણમીને પામે છે.
જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ. જે પરિણામ તેવા પર્યાયરૂપ
For Private And Personal Use Only