________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
અધ્યાત્મ મહાવીર છતાં સર્વથી ન્યારા અને નિર્લેપ રહે છે. અંતરમાં એ મહાવીરાપણભાવ જેએને અનુભવાય છે તેઓ બાહ્યના સર્વ શુભાશુભ સંગમાં નિર્લેપ રહે છે અને છેવટે આપરૂપ બને છે. આવા પ્રકારની ઉત્તમ ભક્તિમાં વ્રત, તપ, જપ, કષ્ટક્રિયા, પ્રવૃત્તિ, નિવૃત્તિ, ત્યાગ, અત્યાગ વગેરે સર્વને અંતર્ભાવ થાય છે. આપને મનુષ્ય જેવા જેવા ભાવે ભજે છે અને કર્તવ્ય કર્મો કરે છે તેવા તેવા ભાવે અને તેવા તેવા કર્મો આપને તે પામે છે. આપની આવી જૈનધર્મદષ્ટિની સર્વવ્યાપકતામાં સર્વ દેવ, દેવીઓ અને ધર્મોનો સમાવેશ થાય છે. જેવા આન્તરપરિણામભાવે જે કંઈ આપને ભજે છે તેવા રૂપ અને તેવા ફળને અને તે ભાવરૂપ આપને તે પામે છે.
જેના જેવાં પરિણામ, ભાવ, રુચિ, અધ્યવસાય, ઉપયોગ તેવા તે પિતાના પર્યાયરૂપ પિતાના આત્મમહાવીરભાવને પામે છે. નિમિત્ત અને ઉપાદાન જેવા જેવા ભાવે ભજે છે તેવા રૂપે ભક્ત આપને વનમાં, પહાડમાં, જળમાં, સ્થલમાં, સર્વ ભુવનમાં પામે છે.
સર્વ ધર્મો વડે, સર્વ નામે વડે, સર્વ પ્રકારના પ્રેમભાવ વડે આપ જ પામવા લાયક છે. આપને જેઓ સાકારરૂપે અંગીકાર કરે છે તેઓ તે રૂપે આપને પામે છે. આપને જેઓ નિરાકાર, નિરંજન, તિરૂપથી ભજે છે, સેવે છે, તેઓ તે રૂપથી આપને પામે છે. જે આપને સબલ બ્રહ્મરૂપથી ભજે છે તેઓ તે રૂપથી આપને પામે છે. આપ પણ તે રૂપથી ભક્તોને મળે છે. આપને જેઓ વિશદ્ધાત્મમહાવીર ભાવે ભજે છે, તેઓ આપને તે રૂપે પામે છે. આપને જેઓ ઔદયિકભાવરૂપ પરિણામથી ભજે છે, તેઓ આપને તે રૂપથી પામે છે. આપને જેઓ ઉપશમભાવે, સોપશમભાવે, ક્ષાયિકભાવે ભજે છે તેઓને આપ તે તે રૂપે મળે છે. આપને જેઓ પરિણામિકભાવે ભજે છે તેઓને આપ તે રૂપે મળે છે. આપને જેઓ શુદ્ધિકાઢેતદષ્ટિએ પરિણમીને ભજે છે અને
For Private And Personal Use Only