________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
so
અધ્યાત્મ મહાવીર અહિંસાતત્ત્વ મન્દતાને પામેલું હોય છે. તેથી દેશ, સમાજ, સંઘ, રાજ્યાદિકની ગમે તેવી ઉન્નતિ હોય છે તો પણ છેવટે અધોગતિ થાય છે. સર્વ બ્રહ્માંડમાં ક્રૂરતાતત્વ જ્યારે વિશેષ પ્રમાણમાં વધી જાય છે ત્યારે અહિંસાતવને યાને જૈનધર્મને પ્રકાશ કરનારા ઈશ્વરાવતાર તીર્થંકરદેવની વિશ્વના લોકોને જરૂર પડે છે.
સંસારમાંથી નરકને ઉત્પન્ન કરવાવાળી પ્રકૃતિએને નાશ કરવા અને સ્વર્ગને ઉત્પન્ન કરનારી પ્રકૃતિઓને ઉત્પન્ન કરવા માટે પરમાત્મા તીર્થંકરદેવને અવતાર પ્રકટ થાય છે. સર્વ જીનાં હૃદયમાં નરકની અને સ્વર્ગની પ્રકૃતિનાં સૂકમ ત બીજરૂપે રહેલાં છે. સત્ય, પ્રેમ, ન્યાય, દયા, સંતોષ, નીતિ, ભક્તિ, જ્ઞાન, વિદ્યા, ઉદારભાવ, વિવેક, સભ્યતા અને દાનાદિ સ્વગય તો છે. એ સત્ય માનષિક તત્ત્વ છે. એની વૃદ્ધિ કરવી એ જૈનધર્મરૂપ આપની સેવા છે. જેઓ પિંડમાં સ્વર્ગીય તને પ્રકાશ કરે છે તેઓ બ્રહ્માંડમાં સર્વત્ર સ્વર્ગીય તને પ્રકાશ કરવા સમર્થ થાય છે, એમ આપે મને અનેક પ્રસંગે જણાવ્યું છે.
નરકને લાયક છવો સ્વર્ગીય તત્ત્વોને ઇચ્છી શકતા નથી. સ્વર્ગને લાયક મનુષ્યો નરકગતિને એગ્ય હિંસાતત્ત્વને ઈચ્છી શકતા નથી અને આદરી શકતા નથી. આત્મા જ સ્વર્ગ અને નરક તાની હૃદયમાં પ્રથમ રચના કરે છે અને એ પ્રમાણે પશ્ચત સ્કૂલ ગતિને પામે છે. સ્વર્ગ રચવું અથવા નરક રચવું એ આત્માધીન છે. મેક્ષપ્રાપ્તિ આત્માધીન છે. જે જે અંશે ઉત્તમ મન કરવું, ઉત્તમ સવર્ય શરીર બનાવવું, ઉત્તમ વિચાર બનાવવા, ઉત્તમ બુદ્ધિ જે જે અંશે પ્રગટાવવી, ગૃહસ્થાવાસ અને ત્યાગાવાસમાં ઉત્તમ ગુણ મેળવવા, શુભ પ્રવૃત્તિઓ સેવવી, સ્વાધિકારે કર્મ કરવા ઈત્યાદિ અહિંસારૂપ જૈનધર્મ વડે આપની ભક્તિ જેઓ કરે છે અને અમર્યાદિત સર્વધર્મરૂપ આપના સ્વરૂપને જેઓ પામે છે તેઓ શુદ્ધાત્મમહાવીર સ્વરૂપ આપના ઉત્તમ પદને પામે છે. અહિંસાના
For Private And Personal Use Only