________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર બળે કઈ અસત કલ્પનાની અસર થવા દેતા નથી. મનથી કપાયેલું કલ્પિત વિશ્વ પોતાનું શત્રુ બને છે. જ્ઞાનીઓને એ ખરાબ અસર કરવા શક્તિમાન થતું નથી, કારણ કે એ આત્માથી ભિન્ન એવા યશ, અપયશ, નિન્દા વગેરે ભાવેને કલ્પિત માને છે, અસત્ માને છે. એ ભાવ જડ-ચેતન સંયોગજન્ય કપાયેલા છે. જેની જે કારણથી કોઈ સ્તુતિ કરે છે એની એ કારણેથી નિન્દા પણ કેઈ કરે છે. કેઈ જેની જે કારણેથી પ્રશંસા કરે છે એની કેઈએ કારણથી નિંદા અને હેલના કરે છે. એથી જે બાહ્ય ભાવો અને જડ પર્યાયે છે એમાં શુભાશુભ ભાવના કે કલપના જેઓ માનતા નથી એ અહિંસાભાવની વૃદ્ધિ કરે છે. વસ્તુતઃ તેઓ હિંસા અને અહિંસાની, યશ અને અપયશની કલપનાથી મુક્ત થઈ સ્વતંત્ર અને સિદ્ધ બને છે. તેઓ સંસારને સ્વપ્ન સમાન માને છે અને એને યોગ્ય કર્તવ્ય કરવા છતાં અહ-મમત્વભાવથી મુક્ત રહે છે.
સતી સત્યરૂપા! વ્યાવહારિક દષ્ટિએ હિંસા અને અહિંસા છે; નિશ્ચયિક તત્વદષ્ટિએ હિંસા અને અહિંસા નથી. જેઓ નૈશ્ચયિક આત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે છે એ હિંસા અને અહિંસાની વ્યાવહારિક કલ્પનાથી મુક્ત થવાથી સ્વામીને અનાદિસત્ય-પૂર્ણ—મુક્તરૂપે અનુભવે છે. આત્માની પાસે રહેલું મન પણ છેવટે પૂર્ણ બ્રહ્મજ્ઞાનના પ્રાકટ્યથી કપિત અને અસત્ ભાસે છે, ત્યારે મનમાં પ્રગટ થતા શુભાશુભ સંકલ્પ-વિકલ્પ પણ કહિપત, ઇન્દ્રજાળવત્ કે મૃગતૃષ્ણાવત્ ક્ષણિક અને અસત્ ભાસે છે. અસત્ એવા મનથી સદાત્મભાવ ઉત્પન્ન થતો નથી. અસમનની સર્વ કપનાઓને આત્મજ્ઞાની ભ્રાનિતરૂપ માને છે. તેથી એમાં તે બંધાતો નથી કે હણાતો નથી. હિંસા અને અહિંસાભાવની આગળની બ્રહ્મમહાવીરની પ્રાપ્તિ થાય છે ત્યારે પૂર્વે કરેલી હિંસા-અહિંસાદિ કલ્પનાને મારારૂપ બનેલ વીર ભૂલે છે અને તે પૂર્ણાનન્દ મહાવીર પરબ્રહારૂપ બને છે.
For Private And Personal Use Only