________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
અધ્યાત્મ મહાવીર સ્વાર્થિક કૃત્યમાં અને પારમાર્થિક કૃમાં હિંસા તે અહિંસાભાવને પામે છે.
મારા ભક્ત જૈનોનાં હૃદયમાં તે તે દેશકાલાનુસાર સ્વભાવતઃ હિંસા અને અહિંસાનો વિવેક થયા કરે છે. મારા ભક્તજ્ઞાની નો દેશકાલાનુસારે લાભાલાભ અને ધર્માધર્મનો વિચાર કરીને તથા મને સર્વકર્મ સ્વાર્પણ કરીને સદેવ સર્વોરંભ પ્રવૃત્તિઓને કરે છે અને અહિંસારૂપ પિતાના આત્માને કરે છે, એમ ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં વિવેકથી જાણવું.
સત્યરૂપ મહાદેવી ! હિંસા અને અહિંસા પરસ્પર અપેક્ષાએ છે. હિંસા તે અપેક્ષાએ અહિંસા છે અને અહિંસા તે અપેક્ષાએ હિંસા છે. શુદ્ધાત્માઓ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવથી મારી ભક્તિમાં રસિક બનીને સર્વ પ્રકારની અહિંસા કરે છે. જેઓ સારા માટે વિચારો અને કર્મો કરે છે તેવી સ્ત્રીઓ, વૃદ્ધો, પુરુષ, પુત્રીએ અને પુત્રો અહિંસારૂપ જૈનધર્મ, કે જે મારું સ્વરૂપ છે, તેને આરાધે છે અને મારી શુદ્ધાત્મમહાવીરદશાના પરમપદને પામે છે. અહિંસાના ઉત્સર્ગ અને અપવાદ માર્ગો અસંખ્યાતા છે. તેઓને મારા ભક્તો ભક્તિબળે પામ્યા છે, પામે છે અને પામશે.
હિંસા અને અહિંસા બે પ્રકૃતિરૂપ છે અને તે પ્રકૃતિને ધર્મ છે, એમ શુદ્ધ નિશ્ચયનયદષ્ટિએ તારે અવધવું. શારીરિક અહિંસા અને માનસિક અહિંસાને આધાર આત્મા પર છે. જે જે અંશે આત્મજ્ઞાનનું પ્રાકટય થતું જાય છે તે તે અંશે અહિંસાભાવ વૃદ્ધિ પામે છે. મનુ પિતે પિતાની જેટલી હિંસા કરે છે તેટલી અન્ય કઈ કરી શકતું નથી. આત્મા પિતાને પોતાની મેળે અહિંસારૂપ બનાવી શકે છે તેટલું અન્ય કોઈ બનાવી શકતું નથી
- શ્રી સત્યરૂપાદેવી! આત્માઓ નકામા વિકલ્પ–સંકલ્પો કરીને રક્તવીર્યાદિક ધાતુઓનું શેષણ કરે છે અને આયુષ્યને નાશ કરીને અન્ય ભવમાં જાય છે. બાહ્યના નિમિત્તે થતા શોક-વિચગાદિ
For Private And Personal Use Only