________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧
હિંસા-અહિંસાનું સ્વરૂપ તેવી પ્રવૃત્તિ કરવી તે હિંસા છે અને તેવી પ્રવૃત્તિ ન કરવી તે અહિંસા છે. વાયુની શુદ્ધિ રહે, જળની શુદ્ધિ રહે, પૃથ્વીની શુદ્ધિ રહે અને રોગ કરનારાં ઝેરી જતુઓની ઉત્પત્તિ ન થાય એવી સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિઓ કરવી તે વિશ્વસમાજ–અહિંસા છે. મનુષ્યોને રોગ ન થાય અને આરોગ્ય વધે તથા તેઓને રેગ ન લાગે એવાં વૃક્ષે વાવવાં, જલસ્થાને કરવાં-કરાવવાં, ઔષધાલ સ્થાપવાં ઈત્યાદિ અહિંસા-પ્રવૃત્તિ છે. સ્ત્રીઓ અને પુરુષે નિયમપૂર્વક વીર્યરક્ષા કરી શરીર, બુદ્ધિની પુષ્ટિ કરે એવી સમાજમાં પ્રવૃત્તિઓ કરવી-કરાવવી તે અહિંસા છે. અધમીઓ અને દેશ, સમાજ, સંઘ, રાજ્યાદિકને વિનાશ કરનારાઓના બળ કરતાં દેશકાલાનુસારે ઘટતા ઉપાયોથી અનંતગણું બળ વધારવું અને તે વડે દેશ, સમાજ, સંઘાદિકના નાશકોનું અનેક યુક્તિ અને કલાએથી બળ તોડવું તે સામાજિક અહિંસા છે.
સામાન્ય જીવોના નાશથી મહાજીની અહિંસા થાય છે. એકના નાશમાં બીજાની અહિંસા છે. એકનું શરીર તે અન્યનું શરીર બને છે. શરીર અનેક શરીરના પર્યાના રૂપમાં પરિણમ્યા કરે છે અને તેમાં રહેલા આત્માઓ પણ વ્યક્તિ દષ્ટિએ ગમનાગમન કર્યા કરે છે, પરંતુ તેઓનું મરણ નથી. મારા સ્વભાવ, કુદરત, શક્તિ પ્રમાણે સર્વ વિશ્વ ઉત્પાદ-વ્યયવાળું થાય છે. મરણેના ગર્ભમાં આત્માઓને વિકાસ રહેલો છે. મૃત્યુથી દુઃખી થવું એ આત્મશુદ્ધિથી દૂર રહેવા બરાબર છે, એમ જે જાણે છે તે કેઈની હિંસા કરી શકતો નથી અને કેઈ તેને હણી શકતું નથી. કુદરતને અનુકૂલ રહી જે વિવેકથી અને સર્વ બાબતોમાં સાવધાનપણથી વર્તે છે તે સર્વ પ્રવૃત્તિઓ કરવા છતાં અને બાહ્યથી હિંસા કરતો હોય તોપણ અહિંસક રહે છે. હિંસાની જે જે પ્રવૃત્તિઓ અને કર્મે છે તે તે પ્રવૃત્તિઓ અને કર્મોમાં મારે ભક્તપ્રેમી અહિંસક અને નિલેપ રહે છે. આવના જે જે હેતુઓ છે તે તે મારા પૂર્ણ પ્રેમી શ્રદ્ધાળુઓને અહિંસાત્મક સંવરરૂપે પરિણુમે છે. ઉપયોગી
For Private And Personal Use Only