________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર યોગ્ય છે. જેઓ મારા ભક્ત હોય અને જૈનધર્મને દેશકાલાનુસારે સારી રીતે પ્રચાર કરતા હોય તેઓની અહિંસા અને રક્ષા કરવામાં વિશ્વની હિંસા પણ હિસાબમાં નથી.
અહિંસાતત્વ સર્વ જીવમાં જેવો વિવેક દર્શાવ્યો તે દયા, દાન, સેવા વગેરેને તરતમયેગે વિવેક ધારણ કરીને પ્રવર્તવું. જે કાળે અને જે દેશે જે જે જીની રક્ષા–અહિંસાની જરૂર પડે, ત્યાં તે તે પ્રમાણે વર્તવું. શુદ્ધાત્મમહાવીરભાવમાં રસિયા બનેલાએ, કે જેઓને અહંભાવ નથી અને જેઓની બુદ્ધિમાં લેય લાગતું નથી, તેઓ સર્વ વિશ્વની હિંસા કરવા છતાં અહિંસક છે તેઓની કઈ હિંસા કરી શકતું નથી. શુદ્ધ નિશ્ચયિક દષ્ટિએ કેઈની કઈ હિંસા કે નાશ કરી શકતું નથી. તેથી તેવી દૃષ્ટિમાં જે અંતરથી રમી રહ્યા છે અને આજીવિકાદિ કારણે બાહ્ય પ્રવત્તિજીવન દેશકાલાનુસાર ચલાવે છે તેઓ અહિંસક એગી અને જ્ઞાની જૈનો છે. શરીરને જ્યારે ત્યારે, ગમે તેવા સંગે નાશ છે અને આત્મવીર અકાલ અવિનાશી અમર છે, એમ જેઓએ અનુભવ કર્યો છે એવા જૈનેની સર્વ પ્રકારની હિંસાપ્રવત્તિના ગર્ભમાં અહિંસા છે.
કેટલાક ભક્ત જ્ઞાનીઓ આજીવિકાદિ હેતુઓએ કાયા વડે હિંસા કરે છે, પણ મન થકી આત્માથી હિંસા કરતા નથી. મારા કેટલાક રજોગુણ અને તમે ગુણી ભક્તો રજોગુણી અને તમે ગુણી અહિંસા કરે છે. તેઓ મનથી હિંસા તથા અહિંસા અને કરે છે, છતાં તેઓ પણ પરિણામે મારા ઉચ્ચપદના અધિકારી બને છે. મારા કેટલાક સવગુણ ભક્તો સત્ત્વગુણું અહિંસાને કરે છે. મનના પરિણામે તેઓ વ્યાપક સત્ત્વગુણી હોવાથી અને તેથી બાહ્યાથી અને અંતરથી અપ્રમાદી હોવાથી કર્મો કરવા છતાં અને બાહ્ય જીનો હિંસા કરવા છતાં મોટા ભાગે અહિંસક હોય છે. '
દુનિયાના સર્વ જીવોને જે કરવાથી વિશેષ નુકસાન પહોંચે
For Private And Personal Use Only