________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે
૫૩
ખ્યાલ કરે. તમને મન, વાણું અને કાયાનાં જે સાધન મળ્યાં છે તેને સદુપયેાગ કરે, પણ તેને દુરુપયેાગ કરે નહીં. તમારા આત્માઓને સારી ભાવનાઓથી ભરી દે અને અનીતિના માર્ગે, પ્રાણ પડે તે પણ, ગમન કરશે નહીં. માબાપની આજ્ઞા પ્રમાણે વર્તે. અનેક પ્રકારની કલાઓનું શિક્ષણ ગ્રહણ કરે, કે જેથી ભવિષ્યમાં તમે દેશ, સમાજ, પ્રજા, રાજ્ય, કેમ વગેરેનું શ્રેય સાધી શકો. કપાળે હાથ દઈને અર્થાત્ કર્મમાં હશે તેમ બનશે તેમ ધારીને બેસી રહેવું યોગ્ય નથી. નિકાચિત કર્મોને પણ આત્મા નાશ કરે છે, તે અનિકાચિત કર્મોને આત્મા નાશ કરે એમાં કશું આશ્ચર્ય નથી. પુરુષાર્થને મુખ્ય માની પ્રવૃત્તિ કરે. મારું સ્મરણ કરીને તમે વિદ્યાદિની સાધનારૂપ તપને તપે.
“બાલ્યાવસ્થામાં વિદ્યાને ગ્રહણ કરીને, સર્વ બાબતમાં કુશળ બને. વ્યાવહારિક અને ધાર્મિક વિદ્યાઓનું ગ્રહણ કરે. અર્થ વિનાની જડવાદની એકલી કેળવણીને ત્યાગ કરે. સંકુચિત વિચારોને ત્યાગ કરો અને ઉદાર વિચારોને સદા ગ્રહણ કરે. વિચારભેદ, ધર્મભેદ અથવા આત્મભેદના વિચારોમાં સંકીર્ણ દૃષ્ટિવાળા ન બને. ઐક્યના વિચારોને આચારમાં મૂકે. મનુષ્યને નીચ માની તેને ધિક્કારો નહીં. પશુઓને યજ્ઞમાં હોમવાથી પ્રભુ રાજી થાય છે
એવા મિથ્યા વિચારેનો અને ખરાબ આચારનો ત્યાગ કરો. તમે શરીરની અને મનની પુષ્ટિ થાય એવી નિર્દોષ રમત રમે અને મનની પ્રસન્નતા રાખી આગળ વધો. મારા વિચારોરૂપે હું તમને સહાયક છું. ગુરુ વગેરેના આશીર્વાદ ગ્રહણ કરો.” સ્ત્રીવર્ગને ઉપદેશ :
સ્ત્રીવર્ગે વિનંતી કરી : “પ્રભુ વીર ! તમે પરમાત્માવતારી છે. ભવિષ્યમાં તમે ધર્મને ઉદ્ધાર કરવાના છે. તે કૃપા કરીને અમારે કેવું જીવન ગાળવું તે પ્રકાશશે.”
પ્રભુ વીરે કહ્યું: “માતાઓ, બહેને વગેરે તમે મનુષ્યાવ
For Private And Personal Use Only