________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ૮
અધ્યાત્મ મહાવીર “અસત્ય એ પાપ છે. ગૃહસ્થ તેમના અધિકાર પ્રમાણે સ્થૂલ સત્યને વદી શકે છે. સત્યને માટે લક્ષમી, ઘરબાર વગેરેને ત્યાગ કરવાને પ્રસંગ આવે, તે પણ તે પ્રમાણે વતીને સત્યનું ગ્રહણ કરવું. નિવય મનુષ્ય સત્ય વિચાર, સત્ય આચાર, સત્ય કર્મો અને સય ધર્મોને પાલન કરવા શક્તિમાન થતા નથી. સત્ય વિચાર અને આચારથી પૂર્ણ એવા ધર્મથી આત્મામાં અનેક શક્તિને પ્રકાશ થાય છે અને તેથી દેશ, રાજ્ય, સમાજ, પ્રજા, સંઘ, ધર્મમાં જીવન્ત શક્તિઓ પ્રગટે છે. જે અસત્ય છે તે સત્યના પ્રકાશની આગળ જીવી શકતું નથી. જે અસત્ય છે તે અસત્ છે. તે ત્રણે કાળમાં ગ્રહણ કરવા લાયક નથી.
જે દેશમાં સર્વથા યા મોટા ભાગે અસત્યને પ્રચાર થાય છે અને સમાજમાં, પ્રજામાં, પુરુષમાં, સ્ત્રીઓમાં અસત્યનું જીવન બંધાય છે, તે દેશ પર અનેક આપત્તિઓ ને દુખ આવી પડે. છે અને તે દેશની પ્રજાનું છેવટે અસ્તિત્વ રહેતું નથી. સત્ય વિના વિશ્વાસ અને પ્રામાણિકતા ઉત્પન્ન થતાં નથી અને તેથી વિશ્વવ્યવહારમાં અધર્મને પ્રચાર થાય છે. અસત્યમય જીવન, અસત્ય કર્તા વ્ય, અસત્ય વિચાર અને અસત્ય ધર્મમાં કંઇપણ તત્વ નથી અને તેથી કંઈ મનુષ્ય આત્માની શુદ્ધતા કરીને પરમામષદ મેળવવા શક્તિમાન થતું નથી.
“સત્ય જીવનથી જીવનાર અપવિત્રને પણ પવિત્ર કરી શકે છે અને તે સર્વ તીર્થમય બની શકે છે. તે પંચભૂતને પણ પવિત્ર અર્થાત્ શુદ્ધ કરી શકે છે. અસત્ય રાક્ષસ છે અને સત્ય દેવ છે. સત્ય સર્વત્ર વ્યાપક છે. તેમાં મલિનતા આવતી નથી. મારા ઉપદેશમાં સત્ય ધર્મ છે. માટે પ્રિય બાળકો! તમારા આત્માની પરમાત્મતા પ્રગટ કરવા સત્યમય જીવન ગાળે અને તે માટે દેહાદિનું વિસર્જન કરે. સત્ય એ જ આત્મારૂપ જૈનધર્મ છે. તેની શ્રદ્ધા ધારણ કરે.
For Private And Personal Use Only