________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમી વર્ષગાંઠે અને તેઓને સત્તાની અપેક્ષાએ મારી સાથે ઐકામ્યભાવ છે. માટે તેઓને છેતરતાં મને છેતરવાનું અસત્ય કાર્ય કરશે નહીં. મારા આત્મસવરૂપ પ્રિય બાળકો ! તમારા સત્યના નિશ્ચયમાં અડગ રહેશે તે અન્ય ગુણે સહેજે તમારામાં ખીલી શકશે.
“વહાલા બાળકે તમારી શક્તિઓને પ્રકાશ કરવામાં આડે આવનાર અસત્ય એ રાહ સમાન છે, માટે તેનાથી સદા દૂર રહે છે. તમે મોટા થાઓ અને તમારા સ્વસ્વ અધિકાર પ્રમાણે જે જે કર્તવ્ય કરો માં અસત્યને આવવા દેશો નહી. અસત્ય એ જ અપવિત્રતા અને મહા મલિનતા છે. અસત્યથી મન, વાણી, કાયા અપવિત્ર બને છે અને તેથી હૃદયમાં પ્રભુનો (મારે) અને ધમનો વાસો થઈ શકતું નથી. તેથી અનંત જ્ઞાન-સુખમાં ભળી શકાતું નથી. માટે સત્યસ્વરૂપ આમા વડે સત્ય રીતે ચાલે.
“જેથી દેશ, કેમ, ધર્મ, સંઘ, રાજ્ય વગેરેનું રક્ષણ થાય અને અલપ દોષ હોવા છતાં મહાલાપૂર્વક અધમીઓથી ધમાં એનું રક્ષણ થાય તે સત્ય છે. નૈસર્ગિક સત્ય, અપવાદિક સવ્ય; વ્યવહાર સત્ય, નિશ્ચય સત્ય, દ્રવ્ય સત્ય અને ભાવ સત્ય વગેરે સાયના અનેક ભેદે છે. તેનું ભવિષ્યમાં તમને સ્વરૂપ સમજાવવામાં આવશે. સત્યવકતા બની પ્રામાણિક થાઓ. સત્યમાં દયા, નીતિ વગેરેનો સમાવેશ થાય છે. સત્યથી ધર્મની ઉત્પત્તિ થાય છે. સત્ય એ આત્મારૂપ વીર છે. સત્ય જ્ઞાનરૂપ છે. સત્ય એ મારું બાહ્ય તથા આત્યંતર વરૂપ છે. સત્ય ગયા બાદ શરીરરૂપ વસ્ત્રથી આત્મા શોભી શકતું નથી. માટે પ્રિય બાળકે અને બાલિકાઓ! તમારા વિદ્યાર્થી જીવનમાં સત્યરૂપ આત્માથી પ્રકાશિત થાઓ.
સત્યના મહિમાથી પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, સૂર્ય, ચંદ્ર અને સાગર પિતાની ગતિ પ્રમાણે વહે છે. સત્યનું ખૂન કરતાં આત્માનું, મનનું, વાણી નું અને કાયાનું ખૂન થાય છે. સત્યની આગળ લક્ષ્મી વગેરે બાહ્ય પદાર્થોની અંશમાત્ર પણ મહત્તા નથી.
For Private And Personal Use Only