________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યામ મહાવીર
રાજયમાંથી, ધર્મમાંથી હાંકી કાઢે. દેશ, કેમ, સમાજ સંશ, કુટુંબ અને ધર્મમાં ભરેલા અસત્યથી દેશ, સમાજ અને સંઘની પતી થાય છે અને પરંપરાએ ખરાબ પરિણામ આવે છે. માટે સત્ય સ્વીકારતાં દેશ, સમાજ અને પિતાને જે સહેવું પડે તે સહન કરવું, પણ અસન્યનો સ્વીકાર કરે નહીં. અસત્યને ત્યાગ કરતાં મમત્વ, લજજા, ભય વગેરેના વિચારોને કાઢી નાખવા. અસત્ય બોલવાથી અને અસત્યને માનવાથી આત્માની શક્તિએ ઘટે છે. આત્માની શક્તિઓ ક્ષીણ થવાથી દેશે, રાજય, ધર્મને વધુ હાનિ થાય છે. જે દેશમાં, સમાજમાં, પ્રજામાં રાજ્યમાં સત્ય નથી ત્યાં સ્વતંત્રતા, નિર્ભયતા આદિ ગુગોનો પ્રકાશ પડતા નથી.
“અજ્ઞાન અને મોહને હઠાવવાથી, સત્યના પ્રકાશથી આત્મા ખીલતે જાય છે. અસત્યને સત્ય તરીકે સ્થાપન કરવામાં અનેક પટ, યુક્તિ, પ્રપંચે રચવાં પડે છે, છતાં અંતરમાં આત્મા તે જાણે છે કે અસત્ય બેલાય છે, અસત્ય કરાય છે. સત્યનું સત્ય તરીકે સ્થાપન કરવામાં દંભકળા અને યુક્તિઓ વડે. માયા કરવી પડતી નથી.
બાળકે ? અસત્યથી પાછા ફરે અને સત્યરૂપ સૂર્યની આગળ ચાલે. સત્યને સમજવા અભ્યાસ કરે. બાળકની સાથે અને અન્ય મનુષ્યની સાથે મશ્કરી કરવામાં પણ અસત્ય બોલશે નહીં. અસત્ય બલવામાં તમારા અંતરમાં રહેલ આત્મા ડંખીને ના પાડે છે, છતાં જો તમે અસત્ય બોલશે તે અસત્ય તરફ ઘસડાઈને દુઃખની પરંપરા પ્રાપ્ત કરશે.
તમને કોઈ અસત્ય બોલતાં શિખવાડે તે એવાઓની બુદ્ધિ પ્રમાણે ચાલશે નહીં. તમારાં માબાપ આદિ ઈષ્ટ લેકે પણ તમને અસત્ય બલવા કહે છે તે સ્વીકારશે નહીં. અસત્યથી સુખ દેખાતું હોય, પણ તે વિષમિશ્રિત દુગ્ધ સમાન જાણીને તેનો ત્યાગ કરો. તમારા શરીરમાં આત્મારૂપ પ્રભુ વિરાજે છે.
For Private And Personal Use Only