________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજસસ્કાર
મિત્ર લક્ષમાં રાખો કે સાકાર અને નિરાકાર પરબ્રહ્મ હું છું. તે પ્રમાણે મારી આજ્ઞા માનનારા મારા ભક્તો તે પદને પ્રાપ્ત કરી શકે છે, એમાં અંશમાત્ર શંકા નથી. પચીસ વર્ષ પર્વત બ્રાહ્મણોએ અને વૈશ્યએ વિર્ય રક્ષા કરવી જોઈએ. ક્ષત્રિએ તે પચીસ વર્ષ ઉપરાંત બત્રીસ વર્ષ પર્યત વીર્યરક્ષા કરવી જોઈએ. વિશેષ વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાથી વૃદ્ધાવસ્થામાં પણ શરીર મજબૂત રહે છે અને આયુષ્ય પણ નષ્ટ થતું નથી. બ્રહ્મચર્યમાં પ્રભુનો અર્થાત્ મારો આધ્યાત્મિક દષ્ટિએ વાસ છે. શારીરિક બળ ખીલ, તેનું રક્ષણ કરો. વર્ષમાં એકવાર અગર બેવાર કાયમથુન પ્રજોત્પત્તિ માટે એગ્ય છે એમ માની જે ગૃહસ્થ વર્તે છે અને વીર્યરક્ષામાં પ્રવૃત્ત થાય છે, તે મારો જૈનધર્મ અર્થાત્ દે પર જય કરવાનો ધર્મ પાળવા સમર્થ બની, જેના તરીકે પ્રસિદ્ધિ પામે છે.
શારીરિક શક્તિઓ જેનામાં ખીલી છે એવાં દંપતીનાં બાળકે બળવાન પ્રગટે છે, અને તેઓ વિશ્વમાં અશક્તિઓને, દુર્ગુણને જીતવા સમર્થ બને છે. જેઓ મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે તે સર્વવર્ણય મનુષ્ય વયશક્તિ વડે અધર્મને જીતી, મારા ભક્ત જૈન તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થાય છે. અષભાદિક ત્રેવીસ તીર્થકરોના ભક્તોએ પૂર્વે એ પ્રમાણે વર્તન ધાર્યું હતું અને તેઓના ભક્તોએ અધર્મવૃત્તિઓને જીતી જૈનત્વ રહ્યું હતું. ,
મારા ઉત્તમ ભક્તો સાત્વિક આહારથી શરીરને પોષે છે. શારીરિક બળથી માનસિક બળને પોષણ મળે છે અને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. શારીરિક બળની પ્રાપ્તિ માટે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ગમે તેવી કામગની ઈચ્છાઓ થાય, તે પણ તેને કાબુમાં રાખવી જોઈએ; પરંતુ દેહમાંથી વીર્યબિંદુપાત ન થવા દેવો જોઈએ. ધમ્મ મૈથુનપ્રવૃત્તિ વિના શારીરિક વિર્યબિંદુનો પાત થતાં અનંતગણ હાનિ પિતાની થાય છે તેમ જ વંશ
For Private And Personal Use Only