________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
કરીને અનેક જાતની કસરત કરવી જોઈએ. બ્રહ્મચર્યાશ્રમમાં તરવાની, વૃક્ષારોહણની આદિ તેર કલાઓને સર્વજાતિના વિદ્યાર્થીઓએ. અભ્યાસ કરવો જોઈએ.
મારી આ આજ્ઞા પ્રમાણે જેઓ વર્તે છે તેઓ કાયિક શક્તિએને પ્રાપ્ત કરે છે. બ્રહાચર્યાશ્રમમાં સર્વ વિદ્યાર્થીઓના બ્રહ્મચર્યનું પાલન થાય અને કેઈપણ પ્રકારના દોષો ન પ્રગટે તેમ વર્તવું જોઈએ. હસ્તકર્માદિ દોષથી અનેક વિદ્યાથીઓનાં જીવન નષ્ટ થાય છે અને તેઓ નપુંસક તેમ જ મૃતપ્રાય બની જાય છે. બ્રહ્મચર્યાશ્રમમાં કોમેદ્દીપક વાર્તાઓ ન થવી જોઈએ તથા અન્ય એવાં દશ્ય ન જેવાં જોઈએ કે જેથી વિદ્યાર્થીઓનું બ્રહ્મચર્ય લૂંટાય. દેશની ચડતીને આધાર બ્રહ્મચર્યાશ્રમ અને સર્વ કલાઓના શિક્ષણ પર છે. મારા ભક્તોએ સર્વસ્વ અર્પણ કરીને બ્રહ્મચર્યાશ્રમ, ગુરુકુલે અને વિદ્યાપીઠે સર્વત્ર સ્થાપવાં જોઈએ, એ જ મારી પ્રથમ શિક્ષા છે.
પુત્રએ દરરોજ કસરત કરવી જોઈએ. તે પ્રમાણે પુત્રીએ પણ અનેક પ્રકારની દરરોજ નિયમસર કસરત કરવી જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિએ, વૈશ્યએ અને શુદ્રોએ વિયરક્ષાપૂર્વક અનેક પ્રકારની કસરત કરવી જોઈએ. વૃદ્ધાવસ્થા પર્યત વૃદ્ધોએ અને વૃદ્ધાઓએ ગૃહાશ્રમમાં વ્યાયામશાળામાં કસરત કરવી જોઈએ. - વ્યાયામશાળાએ સુંદર અને સ્વચ્છ સ્થાનમાં હોવી જોઈએ, જેનામાં શારીરિક બળ નથી તે નપુંસક છે. શારીરિક બળ વિનાના મનુષ્યનાં સંતાનો દાસ બને છે અને તેઓ બળવાન પ્રજાના તાબામાં પરતંત્ર જીવન ગાળે છે. તેથી મારા ભક્તોને એવી આજ્ઞા જણવવામાં આવે છે કે, તેમણે દરરોજ કસરત કરવી. જો તેઓ મારી આજ્ઞા પ્રમાણે નહીં તે તો સંસારમાં દુઃખી, પરતંત્ર અને નામશેષ થઈ જશે. મારી આજ્ઞા પ્રમાણે વર્તનાર મને અત્યંત પ્રિય છે. મારા ભક્તો મારી આજ્ઞાના પાલનથી બળવાન થાય છે અને તેઓ પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે.
For Private And Personal Use Only