________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
અધ્યાત્મ મહાવીર
કર્તા-હર્તા માને છે તેઓ જ આંતરમાં કારચક્રરૂપ ચૈતન્યવિશ્વના પર્યાના ક્ષણે ક્ષણે કર્તા-હર્તા–ભક્તા બને છે.
જેટલા મનુષ્ય તેટલા ધર્મો છે. જેટલા આત્માઓ તેટલા જૈનધર્મ છે. સર્વાત્માઓને અને તેના બનેલા વિશ્વને જ્ઞાન-દર્શનચારિત્રાત્મક સચ્ચિદાનંદરૂપ એક સર્વવ્યાપક વિરાટ જૈનધર્મ છે. તે જ રીતે ગૃહસ્થ ધર્મ અને ત્યાગધર્મરૂપ વિરાટ જૈનધર્મ છે. મારા ભકતે પ્રથમાવસ્થામાં જડ પૂજક હોય છે અને પશ્ચાત્ તત્વજ્ઞાન પામીને ચૈતન્યવીર પૂજકે બને છે. સર્વ લોકેએ એકબીજાના આત્માને સત્તાએ મહાવીરરૂપ અનુભવીને સર્વનું માનસન્માન કરવું અને સર્વ લેકના હિતમાં સર્વરવનું અર્પણ કરવું. જે લોકો મારી ભક્તિને સંસ્કાર અંગીકાર કરી જૈન બને છે તેઓને હું ધર્મશક્તિમય પરિવર્તનથી દ્વિજરૂપમાં મૂકું છુંતેઓ શરીરમાં રહેલા રક્ત, શુક વગેરે સાત ધાતુરૂપ સાત ગ્રહોને તથા મન અને અશુભ ભાવરૂપનવ ગ્રહોને પોતાને વશ કરે છે. પિંડના ચંદ્ર-સૂર્યને પિતાના વશમાં કરે છે, પિંડના તીર્થોને પ્રકાશ કરે છે અને સર્વ દ્રવ્યભાવાત્મક તીર્થના આધારરૂપ મારા તરફ તેઓ આકર્ષાય છે. તેઓ પિંડ અને બ્રહ્માંડનું સામ્ય અનુભવી અનેક યૌગિક શકિતઓના સ્વામી બને છે. તેઓને સંસાર સ્વર્ગમય બને છે.
“મારા પ્રિયાત્મ ઋષિઓ! તમે મારાં સૂકતેને સર્વત્ર પ્રચાર કરો અને મનુષ્યનાં હદમાંથી સર્વ નરકભાવ દૂર કરી તેમનાં હદમાં સ્વર્ગ રચે અને તેમનો ઉદ્ધાર કરી, આર્ય જ બનાવવારૂપ ભક્તિ કર્મ કરે. દેશ અને ખંડની ઋતુ અને હવા વગેરેને અનફળ આહારાદિ દ્વારા જીવન જીવીને જૈનેએ મારી ઉપાસના અને ભક્તિ કરવી અને મારા ભક્તો માટે જે જે પરિગ્રહ કે ધનને વ્યય કરવું જોઈએ તે કરે, એ જ મારી મુખ્ય આજ્ઞા છે. આજીવિકાદિ બાહ્ય જીવનને લગતાં સર્વ કર્મોમાં મારા ભક્તાએ એકબીજાને મદદ કરવી અને હરતાંફરતાં, ખાતાપીતાં અને સર્વ કર્મ
For Private And Personal Use Only