________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરબ્રહામહાવીરસૂક્તિ
ચિ, સેવકે, ઋષિઓ, મુનિએ, ત્યાગીઓ, મહાત્માઓ એ સૌ નાના મોટા ઈશ્વરાવતાર છે. દરેક દેશમાં જુદાં જુદાં અને જુદી જુદી રીતે કાર્યો કરીને મનુષ્યને દુઃખમાંથી ઉદ્ધાર કરનારા આત્મવીર યાને ઈશ્ચરાવતા પ્રગટયા છે અને પ્રગટશે. તેઓને મારાં જ લઘુ સ્વરૂપ -જાણવાં. સર્વાશપરિપૂર્ણ અને જ્ઞાનાદિકલાપૂર્ણ વિશુદ્ધાત્મમહાવીર પરબ્રહ્મસ્વરૂપ તમે જે દેખે છે તે જ ઋષિઓ ! મારું રવરૂપ જાણે.
દેહધારી ઈશ્વરો સર્વ વિચારોમાં અને સર્વ કર્મો કરવા, ન કરવા કે જુદી રીતે કરવામાં સ્વતંત્ર રીતે વર્તે છે. ગરમીથી ગરમીનો નાશ થાય છે અને કાંટાથી કાંટાને નાશ થાય છે, તેમ રજોગુણ દુષ્ટોને રજોગુણી ઈશ્વરેથી નાશ થાય છે અને તમોગુણી દુષ્ટ અન્યાયી રાક્ષસેને તમગુણ ઈશ્વરાવતાથી નાશ થાય છે. એ જ રીતે સત્વગુણ માયાવાળાનો તેના કરતાં બળવાન સત્ત્વગુણી માયાશક્તિવાળાથી પરાજય થાય છે. ઈશ્વરી પ્રકૃતિ વડે ઉત્પન્ન થયેલા ઈશ્વરાવતારને તેને અનુકૂળ સર્વ સંગ આવી મળે છે, અથવા પિતાની શક્તિઓ વડે સર્વના ઉપર પોતાની શક્તિઓની અસર કરે છે.
“યુગપ્રધાને, ઉપયુગપ્રધાન, સૂરિએ વગેરે સીને વિદ્યા અને જ્ઞાનાદિ શક્તિઓ વડે ઋષિસ્વરૂપ ઈશ્વરાવતારીઓ જાણવા. -ક્ષત્રિય ક્ષાત્રબળ વડે દેશકાલાનુસારે સર્વ પૃથ્વીમાં દુષ્ટને શમાવીને ઈશ્વરાવતારી બને છે. સર્વ મનુષ્યમાં સત્તાએ ઈશ્વરી શક્તિઓનાં એકસરખાં બીજ હોય છે, પણ તેને જે વિકાસ કરે છે તે ઈશ્વર બને છે. દેશમાં, ખંડમાં કે વિશ્વમાં લેકે માંથી જે જે શક્તિઓ નષ્ટ થયેલી હોય છે તે તે શક્તિઓને જે પુરુષાથથી પ્રગટાવે છે, જે જે દુઃખે પડે છે તેમાંથી લેકેને ઉદ્ધરે છે અને લોકોને જે કાળ જેની ખામી હોય છે તે દૂર કરે છે, તે એ દેશનો, ખંડને કે કામનો તે તે અપેક્ષાએ ઈશ્વરાવતાર છે. લોકો તેને મારા સરખું માન આપે છે.
For Private And Personal Use Only