________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૮
અધ્યાત્મ મહાવીર નિન્દક અને ઘાતક છે. મારા જેને માટે વિશ્વમાં રહેલી સર્વ સુખની સામગ્રીઓ છે. રક્ત રેડે છે, તે જ તેઓ જેને બની
સ્વઅસ્તિત્વને પરંપરા રહી શકે છે. જયશીલ અને બળવાન વિચાર અને પ્રવૃત્તિઓથી જેઓ જીવે છે તેઓ મારા ભક્ત જૈનો છે. મારા ભક્ત જૈનો કુસંપ, દ્વેષ, ઈર્ષા, કુટુંબર, જૈનો પ્રત્યે વૈર, કલેશ વગેરે દુષ્ટ વિચારે અને પ્રવૃત્તિઓને જીતે છે અને જેનો માટે સ્વાર્થ ત્યાગ કરે છે. તે ગમે તેવા વૈર–અપમાનનો ત્યાગ કરે છે અને અન્યધમીઓનાં હજારે લાલચે, સ્વાર્થો અને માન વગેરેથી ભ્રષ્ટ થતા નથી. મારા ભક્ત જેનો ધન-સીલાલચ, રાજ્યલાલચ, આજીવિકલાલચ વગેરેથી મૂંઝાઈને કે લેભાઈને જેનપણાથી અર્થાત મારા ભક્તપણથી ભ્રષ્ટ થતા નથી.
મારા ભક્ત જેને અન્ય મનુષ્યને પુત્રદાન, ધનદાન, અન્નદાન, વિદ્યાદાન, આર્થિક દાન, સહાયદાન, પ્રેમદાન, જ્ઞાનદાન વગેરેથી અનેક પ્રકારની સહાય આપીને જૈનો બનાવે છે અને તેમાં તેઓ તન, મન, ધન, પ્રાણાદિક સર્વસ્વનો હેમ કરે છે અને તેથી તેઓ સર્વદા સર્વથા પ્રકારે મને પ્રાપ્ત કરે છે. મારા જૈનોએ તન, મન, ધન, સત્તા વગેરે કરતાં મારા પર પૂર્ણ શ્રદ્ધાપ્રેમ કરવું અને મારા માટે તન, મન, ધનને નાકના મેલ કરતાં પણ તુચ્છ ગણવાં. મારા માટે સર્વસ્વનો ત્યાગ કરીને છેવટે મરવું પડે તે મરવું. તેથી તેઓની સર્વ પ્રકારે ઉન્નતિ થશે.
સર્વ પ્રકારની વિપત્તિઓ અને દુખે પામેલા મારા જૈનના હૃદયમાં મારો વાસ છે. તે મૃત્યુ બાદ સર્વ દુઃખેની પાર જાય છે. તે એક મૃત્યુથી અનંત મૃત્યુનો પાર પામે છે.
એક મનુષ્યાવતારના મૃત્યુ પછી પરમાર્થ કર્મોથી અનેક શુભ અવતાર મળે છે એમ જે જોઈ શકતા નથી તેઓ સદ્ભાવનાઓ અને સતકર્મો કરવામાં મૃત્યુથી ભય પામે છે. પુણ્યશક્તિ વડે તથા આત્મવીરશક્તિ વડે વિશ્વસમાજને સન્માર્ગે દોરનારા બ્રાહ્મણે ક્ષત્રિા,
For Private And Personal Use Only