________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“પછામહાવીર સૂક્ત
૪૫ હતુપણ પરિણમે છે.
જેનેની સર્વ વિશ્વમાં ઉન્નતિ માટે અને જેનેની સંખ્યાનો વૃદ્ધિ માટે જે કાળે અને જે ક્ષેત્ર–ભાવે જે જે કરવામાં આવે છે તે સત્ય ધર્મરૂપ છે અને તેનાથી વિરુદ્ધ સર્વ અધર્મરૂપ છે. જેનપણાના વ્યવહાર અને નિશ્ચય એવા ધર્મસંસ્કારને જે ગુરુઓ પાસેથી પામે છે તેમને જૈન તરીકે જાણવા. તેઓની સર્વ પ્રકારની ઉન્નતિ કરનાર તથા તેઓને ઉદ્ધારક હું બનું છું અને કલિયુગમાં બનીશ. જેઓ આત્મબળ પર વિશ્વાસ રાખતા નથી અને મોટી મોટી વાતે કરે છે, તેઓ બાહ્યથી ગમે તેવા બળવાન અને ધનવંત હેવા છતાં ખરેખર તે તે દુર્બળ અને નિર્ધન છે. અનેક પ્રકારનાં દુખે, ટાઢ, તાપ, વિપત્તિઓ વગરે વેઠવામાં જેઓ અત્યંત વૈર્યશીલ અનીને સત્ય પર અડગ રહે છે અને કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થતા નથી, તેઓ દરેક યુગમા–સૈકાના મહાપુરુષ છે. જે સત્ય માટે હજાર, લાખે, કોડે દુષ્ટોની સામે થાય છે અને આત્મજુસ્સાથી મૃત્યુની છેલી પળ સુધી મારા સ્મરણપૂર્વક કાર્ય કરતે રહે છે તે સ્વાર્થ ત્યાગી છે. પ્રવૃત્તિમય હોવા છતાં અંતરથી આસક્તિ વિના જે વર્તે છે તે મહાત્મા છે.
એને મારા જેનો અને જૈનધર્મ તથા મારામાં એકસરખે પૂર્ણ શ્રદ્ધા–પ્રેમભાવ છે અને તે માટે જે જીવે છે અને એથી વિરુદ્ધ નામ, કીતિ, રૂપ, મેહ, વ્યક્તિગત મમત્વ વગેરનો નાશ કરે છે તે મારો સત્ય ભક્ત બને છે. તે મને પરમપ્રિય છે. તેનામાં હું છું અને તે મારામાં છે. મારામાં અને તેનામાં જરામાત્ર ભેદભાવ નથી. જેને મારામાં અહંભાવ છે, મારામાં માન-માયાલે છે, જે મારા નામરૂપ અને મારી જાતિને પિતાની કરી માને છે, અને જેણે મારા હાથ પોતાના હાથ કરી નાખ્યા છે, જે મારું સર્વાગ પિતાનું માની તે પ્રમાણે વર્તે છે, જે પિતાનાં સર્વાગીને મારાં માની પ્રવર્તે છે, જે મારામાં સર્વ પ્રકૃતિને લય કરીને વર્તે
For Private And Personal Use Only