________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરબ્રહામહાવીરસૂક્તિ
૪૯૩ કહે છે, પણ તેઓને તે શૂન્યની આગળનું કેવળજ્ઞાનનું સ્વરૂપ પ્રકાશનાર અને વૃત્તિઓની શૂન્યતાની પેલી પાર સર્વજ્ઞસ્વરૂપ છે. એવું જણાવનાર હું છું. અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિએમાં લેભાઈ તેમાં સંતોષ માનનારાઓને મેં મારુ પરમાનંદસ્વરૂપ જણાવ્યું છે અને તેથી રોગોએ મારી સર્વજ્ઞ શુદ્ધાત્મવીરતાને અનુભવ કરવા ઉજમાલ બન્યા છે.
જે જે ઋષિઓએ, જ્ઞાનીઓએ, તાપસોએ જેટલું દેખ્યું તેટલું માન્યું અને પ્રરૂપવા અને તે તે દષ્ટિએ ધર્મમાર્ગ સ્થાપવા લાગ્યા તેમ જ અન્યના ધર્મમાર્ગો ઉથાપવા લાગ્યા. એવા ધર્મસ્થાપક દર્શનવાદીઓને મેં આગળનું શુદ્ધાત્મમહાવીર પરબ્રહ્મસ્વરૂપ દર્શાવ્યું છે. તેથી તેઓ મત, ધર્મ, સંપ્રદાયમાં અપ્રતિબદ્ધ થઈ સર્વ પ્રકારની ભિન્ન ભિન્ન દષ્ટિએ છેવટે જ્યાં સમાઈને અનંતપણાને પામે છે એવા મારા શુદ્ધાત્મ પરબ્રહ્મ અનંત મહાવીરત્વમાં અનુભવરંગથી રંગાવા લાગ્યા છે. પરિણામે ધર્મભેદેનાં તથા ધર્મશાસ્ત્રોનાં મમત્વ અને કદાગ્રહને વિરોધ શમવા લાગે છે. હું ત્યાગી બનીને, તીર્થ સ્થાપી વિશ્વોદ્ધાર કરીશ.
આત્મમહાવીરના જ્ઞાનથી ધર્મનો પ્રકાશ થાય છે. પક્ષ દષ્ટિએમાં પ્રત્યક્ષ આત્મવીરને સાક્ષાત્કાર થતું નથી. ધર્મશાસ્ત્રો, ગ્રન્થો વગેરેની ચર્ચા, વિકલ્પ વગેરેને તથા પક્ષ મારા સંબંધી થતા અણુવાદ, વ્યાયકવાદ આદિ દષ્ટિવાદેના ભેદને અન્ત મારા નિર્વિકલપ પ્રત્યક્ષ અનુભવરસના સ્વાદથી આવે છે. મારી પાછળ થનારા ભક્ત ગૃહસ્થ અને ત્યાગ જેનોએ અતીન્દ્રિય, અનુભવગમ્ય, બુદ્ધિગમ્ય ઉપદેશમાં ફક્ત શ્રદ્ધબુદ્ધિ ધારણ કરવી, પરંતુ જે તને અને વિચારેને પરોક્ષવાદમાં નિર્ણય ન થઈ શકે તેમાં મધ્યસ્થ રહેવું. સંઘને ક્ષય થાય તેમ જ જૈનોની હાનિ થાય એવી બાબતમાં આત્મશક્તિઓને ઉપયોગ ન કરવો.
કલિયુગમાં સર્વ પ્રકારના જૈનોએ મારા પર પૂર્ણ શ્રદ્ધા
For Private And Personal Use Only