________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર તિબેટ તથા તેની ઉત્તર તરફના પર્વતે અને દેશના મહાત્માઓ આપની ભક્તિ કરે છે. દેવભવના આયુષ્યમાં આપના ભક્તો, કે જે આપની ભક્તિમાં પૂર્ણ આસક્ત હશે, આપ ઉપકારી ગુરુ માટે સર્વસ્વનું અર્પણ કરનારા હશે તથા આપનામાં અને ગુરુમાં પ્રેમશ્રદ્ધાથી અભેદ–એકત્વ જનારા હશે, તેઓને અનેક રૂપે હું દર્શન તથા સહાયતા આપીશ અને જૈન ધર્મમાં સ્થિર કરીશ.
હાલમાં બ્રાહ્મી લિપિમાં લખાયેલે આપને ઉપદેશ છે. તેનાં પુસ્તકોને હું કૈલાસ આદિ ગુપ્ત સ્થાનમાં ગુપ્ત રાખીશ અને જેઓ અહીં આવી કે દૂર રહી આપનું ધ્યાન ધરશે તેઓને પ્રત્યક્ષ દર્શન દઈ કલિયુગમાં એ પુસ્તકનો સાર અર્પણ કરીશ. તેમને સૂર્યાવસ્થામાં પ્રત્યક્ષ બની આપના જૈન તત્ત્વજ્ઞાનને પૂર્ણ બોધ આપીશ. તેથી કલિયુગમાં આપના ભક્તોની તથા આપના અવતારસ્વરૂપ યુગપ્રધાન વગેરેની સેવા કરીને જૈનોની આત્મિક અને વ્યાવહારિક ચઢતીમાં ભાગ લઈશ. આપના માટે જે તન, મન, ધનને ત્યાગ કરશે તથા આપના નામને જે અહર્નિશ જાપ જપનારા હશે તેમને હું કલિયુગમાં સહાય આપીશ. જ્ઞાનદર્શનચારિત્રરૂપ આપની આરાધના કરનારા જેનોને હું ભક્ત છું. આપ પરમાત્માનાં સાક્ષાત્ દર્શન થવાથી હવે મારે કંઈ કર્તવ્ય બાકી રહેતું નથી. મન, વાણી અને કાયાથી જે કંઈ કરું છું તે આપની સેવા છે. નવ તત્ત્વ, સાત ન વગેરેથી આત્મજ્ઞાન કરનારા જૈનોનો સંઘ સ્થાપીને આપ હવે વિશ્વતીર્થને ઉદ્ધાર કરો.” યાજ્ઞવલક્યોપનિષદ:
યાજ્ઞવલક્ય : “વીસમા તીર્થંકર પરમાત્મદેવ મહાવીર પ્રભુ! હું આપને નમું છું, સ્તવું છું.
ધ્યાનસમાધિમાં શુદ્ધાત્મમહાવીરરૂપ પરબ્રહ્મ આપ પ્રકાશ છે. મનોવૃત્તિઓની પેલી પાર, છઘસ્થ બુદ્ધિની પેલી પાર, રાગ
For Private And Personal Use Only