________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
અધ્યાત્મ મહાવીર
કપનિષદ :
કઠ ઋષિ : “સર્વવિશ્વ મહાદેવ ! વિશ્વોત્પત્તિ, વ્યવસ્થિતિ અને યજ્ઞાનાધાર મહાવીર દેવ ! આપને મન, વાણી, કાયા વડે પ્રણમું છું, સ્તવું છું. આપનું શરણ સ્વીકારું છું.
આપની વાણુરૂપ શ્રુતિમાં ત્રણે કાળનું તત્વજ્ઞાન ભાસે છે. વિશ્વ માટે આપના સર્વસ્વાર્પણનું નામ જ ત્યાગ છે અને વિશ્વના અને તે માગ શીખવવા માટે આપ ત્યાગની અવસ્થા અંગીકાર કરી વિશ્વોદ્ધાર કરવાના છો. આપના સાકાર-નિરાકાર સ્વરૂપમાં પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી લયલીન બની સર્વ કર્તવ્ય કરવાં એ જ ત્યાગ છે. 1. મનની અનેક વૃત્તિઓમાં સાપેક્ષબુદ્ધિથી વત અનેક વૃત્તિઓમાં રહ્યા છતાં અસંખ્ય વૃત્તિઓના પાલક અને છતાં તેમાંથી ભિન્ન એવા આપ પરબ્રહ્મ મહાવીરદેવને અનુભવ કરતાં જીવન્મુક્તદશા પ્રાપ્ત થાય છે. આપ પરબ્રહ્મને અનુભવ કરવા માટે કર્મકાંડરૂપ ધૂમ્રમાર્ગ કરતાં જ્ઞાનરૂપ સૂર્યમાર્ગ ઉત્તમ છે. આપ હૃદયમાં પ્રકાશ્યા બાદ અભેદજ્ઞાનરૂપ સૂર્યમાર્ગને પ્રકાશ થાય છે. આપ ભક્તિવેગે પરા–પશ્યતીમાં પ્રગટ થાઓ છો ત્યારે ભૂત, વર્તમાન અને ભવિષ્યના વેદાગમને સર્વથા પ્રકાશ થાય છે.
શુદ્ધપ્રેમરૂપ પરબ્રહમહાવીર પ્રભો ! ચગદષ્ટિએ ક્રમાં આપની અનંત તિને પ્રકાશ થાય છે. જ્યારે બહિરાત્મભાવને લય થતાં અંતરાત્મવીરભાવને સત્યાનંદરસ અનુભવાય છે, ત્યારે જડ-ચેતનાત્મક વિશ્વ એાર પ્રકારનું અનુભવમાં આવે છે. ત્યારે મનની ભ્રાન્તિરૂપ સ્વપ્નદશા અને નિદ્રાદશાને વિલય થાય છે. આત્માની આજ્ઞા પ્રમાણે મન વતે છે, ત્યારે મનુષ્ય જૈન બની શકે છે. સર્વવર્ણીય મનુષ્ય પાતપિતનાં ગુણકર્મોમાં વર્તવા છતાં આપની સેવા ભક્તિથી આપના બાહ્યાંતર પદને પ્રાપ્ત કરે છે.
For Private And Personal Use Only