________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો અને વેદો
હૃદયમાં પ્રકાશશે.
“આપ બ્રહ્માગ્નિરૂપે જેઓનાં હૃદયમાં પ્રજવલિત થયા છો તેઓ અગ્નિની પેઠે સર્વક્તા હોવા છતાં તેઓનું કઈ ભક્ષણ કરી શકતું નથી. તેઓ ઉદારભાવથી વિશ્વની સેવા કરે છે. આપના જૈનોમાં આશા, ઉત્સાહ, ધીરજ, ખંત, પુરુષાર્થ, સંપ, વિવેક, કર્મ કરવાની શક્તિ, પરોપકાર, કૃપા, સત્ય, પ્રેમ વગેરે અનેક વીરરૂપ સદ્ગુણે ખીલ્યા હોય છે. તેઓ દેશ, કેમ, સંઘ, રાજ્ય, ભૂમિ વગેરેનું રક્ષણ અને સેવા કરવામાં સર્વસ્વ અર્પણ કરે છે. તેઓ મૃત્યુને હિસાબમાં ગણતા નથી. શરીરને મૃત્યુ છે અને શરીરના મૃત્યુ પછી તે આત્મા આગળ ને આગળ ઉન્નતિકમમાં વધતા જાય છે. જેમ જેમ પરિષહ, ઉપસર્ગ, દુઃખ, વિપત્તિ વિશેષ પ્રમાણમાં ભેગવવામાં આવે છે અને જેમ જેમ મૃત્યુઓ વારંવાર તથા અવતારો વારંવાર લેવામાં આવે છે, તેમ તેમ આત્મવિકાસ વિશેષ અને અનંતગુણ વધતું જાય છે અને તે તે પ્રમાણે આત્મારૂપ મહાવીર પિતાના પ્રકાશને દીપક, મણિ, ચંદ્ર, સૂર્યની પેઠે વિશેષ પ્રમાણમાં ખીલવતો જાય છે–એમ આપે અરણ્યવાસી ઋષિએને થોડા દિવસ પહેલાં બધ આ હતું. તેથી ઋષિઓમાં ચેતન્યમહાવીરના પ્રકાશનું નવું જીવન આવ્યું છે. તેઓ સત્ય જૈનો તથા સત્ય અંશે જિન બનવા લાગ્યા છે.
આપની આજ્ઞા પ્રમાણે વિશ્વક ફર્યા કરે છે. જેઓ સ્વાત્મામાં મહાવીરત્વ પ્રકટાવવા સ્વાશ્રયી બનતા નથી તેઓ બાહ્ય જીવનથી તથા આંતરજીવનથી જીવતા નથી.
પરબ્રહ્મ વ્યક્ત મહાવીર દેવ ! આપને હું ભક્ત બન્યા " છું અને મારાં હસ્ત, પાદ, આંખ, કાન, હૃદય વગેરે સર્વને સર્વ પ્રકારે વીરરૂપ પ્રકાશીશ અને આત્મમહાવીરને સંપૂર્ણ ભાવે વ્યક્ત કરીશ. આપને હું પૂછું છું, આપનું શરણ અંગીકાર કરું છું. આરણ્યકસૂક્તો એક સમયે શબ્દ અને ભાષાથી નષ્ટ થઈ પાછા પ્રગટશે.”
For Private And Personal Use Only