________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર
પિતાની માતા સ્વર સમાન છે, પિતા વ્યંજન સમાન છે. માતાને અને પિતાનો વારસો પિતાને ન મળે, તે પણ સ્વાર્થબુદ્ધિને ત્યાગ કરીને આ ક્યભાવે તેમની સેવાની ફરજ અદા કરવી જોઈએ..
શરીરમાં રહેલે આત્મા જ ગુણે પ્રગટાવીને દેવ બને છે. માતાની અને પિતાની સેવા કરવાથી હૃદયની શુદ્ધિ થાય છે. તેથી આત્મામાં ગુણે પ્રકાશે છે અને છેવટે આત્મા દેવ બને છે.
“માતાની અને પિતાની આજ્ઞામાં વર્તવામાં પરતંત્રતા ન માનવી જોઈએ. આર્યમિત્રો ! તમારો મુખ્ય ધર્મ એ જ છે. એ પ્રમાણે વર્તી અને આત્માને વિનયી બનાવો. પિતાનાથી મેટા. મનુષ્યોનો મન, વાણી, કાયાથી વિનય કરે. તેથી લઘુતા પ્રાપ્ત થાય છે અને લઘુતાની પ્રભુતા પ્રાપ્ત થાય છે.” કુટુંબ, દેશે અને સમાજની સેવા :
મહાવીર બોલ્યા: ‘પ્રિય મિત્રો ! આજે કુટુંબાદિની સેવા સંબંધી સમજાવું છું.
દરેક મનુષ્ય કુટુંબસેવામાંથી પસાર થવું જોઈએ. કુટુંબી. મનુષ્યના ઉદ્ધારા આત્મભેગ આપ જોઈએ. કુટુંબી મનુષ્યના આત્માઓની સુધારણા કરવાની આવશ્યકતા છે. આપણી નજીકમાં અવતાર લેનારા આત્માઓ પર સત્ય પ્રેમ ધારણ કરવો જોઈએ. જે મનુષ્ય કુટુંબનું શ્રેય કરે છે તે જ દેશનું અને સમાજનું શ્રેય. સાધી શકે છે.
વિદ્યા, વ્યાપાર, ક્ષાત્રકર્મ અને ધર્મથી કુટુંબની પ્રગતિ કરવી જોઈએ. જેની શક્તિઓનો પ્રકાશ પોતાના ઘરમાં અને કુટુંબમાં પડતો નથી તેને અન્યત્ર પ્રકાશ તો કયાંથી પડી શકે? જે મનુષ્ય ઘરનું અને કુટુંબનું શ્રેય સાધી શકતો નથી તે દેશનું તથા રાષ્ટ્રનું કલ્યાણ સાધી શકતો નથી. કુટુંબમાં તત્ત્વજ્ઞાન ફેલાવો.. કુટુંબમાં શારીરિક, વાચિક અને માનસિક શક્તિઓની વૃદ્ધિ કરે. કુટુંબમાં કોઈની સહાય કરવાનો પ્રસંગ ગુમાવશે નહીં. તમારા કુટુંબને આત્મવત્ માની પ્રવૃત્તિ કરશે, તો તમે પરમાર્થી બની શકશો
For Private And Personal Use Only