________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીર્થનસંસ્કાર
કુટુંબ સેવાની પેઠે દેશસેવા કરવાની ઘણી જરૂર છે. ગૃહસ્થાવાસમાં રહેવાનું જ્યાં સુધી હોય ત્યાં સુધી દેશસેવામાં આત્મસમર્પણ કરવું જોઈએ. દેશની ઉન્નતિ પર કુટુંબ અને ઘરની ઉન્નતિને આધાર છે. જે દેશમાં જેનો વસે છે તે દેશ પરતંત્ર– ગુલામ બનતું નથી. જે દેશમાં શૂરવીર મનુષ્ય પ્રગટે છે તે દેશની સ્વતંત્રતા કાયમ રહે છે. જન્મભૂમિ, જન્મદેશને પ્રેમ આવશ્યક છે. દેશને શાપ સમાન કદાપિ ન બનવું જોઈએ. દેશમાં અને સમાજમાં ચૈતન્યપૂજક, ચિતન્યપ્રકાશક પુરુષ પ્રગટાવવા જોઈએ. દેશમાં અને સમાજમાં સર્વ મનુષ્ય, પશુઓ અને પંખીઓની રક્ષા થાય અને તેઓની સ્વતંત્રતા–જીવનતા નષ્ટ ન થાય એવી નીતિને જિવાડવામાં સર્વથા પ્રકારે આત્મભોગ આપવો જોઈએ.
આર્યદેશમાં આર્યમનુષ્ય જીવતા રહે એવા પ્રગતિકર ઉપા. સદા સાધવા જોઈએ. દેશની ઉન્નતિ માટે વ્યષ્ટિની ઉન્નતિન પણ ભેગ આપવો જોઈએ. દેશમાં અને સમાજમાં સાત્તિવક ભાવનાઓ ભરવી જોઈએ તથા સાત્વિક આચારોથી દેશને ભરી દેવો જોઈએ. દીન, દુખી, ગરીબ, નિરાધાર મનુષ્યને આશ્રય આપવો જોઈએ.
મારા સહગામી, સહચારી પ્રિય મિત્રો! તમે પ્રથમ પિતાને આદુશ કમાગી અને જ્ઞાની બનાવે. મારી આપેલી શિક્ષાઓ. ધ્યાનમાં રાખો. તમે સમાજમાંથી જીવન મેળવો છે અને સમાજ તમારામાંથી જીવન મેળવે છે—એ વિચાર સમજી, પરસ્પર પરે-- પકારના જીવનમંત્ર વડે આત્મભેગી બને. વિશ્વરૂપ ઘરમાં સર્વ મનુષ્યને તેમ જ પશુઓ, પંખીઓ અને દેવે વગેરેને પરસ્પર એકબીજાના ઉપર આધાર છે. સમાજની ઉન્નતિથી દેશની ઉન્નતિ થાય છે. તમે બીજાને જે આપે છે તેને દશગુણ, શતગુણ, લખગુણ વા કરેડગુણી પુનઃ પ્રાપ્ત કરે છે તમારામાં વિશ્વને ભાગ છે અને વિશ્વમાં તમારો ભાગ છે. તમે પ્રભુને માટે છે અને પ્રભુ તમારા માટે છે.
For Private And Personal Use Only