________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવનસંસ્કાર
ભણને પણ માતાપિતાની સેવા કરવી જોઈએ. પુત્રો અને પુત્રીઓને *પ્રથમ ધર્મ માતાપિતાની સેવા જ છે. માતાની પાસે અને પિતાની પાસે બેસીને અનેક અનુભવે શીખવા જોઈએ.
“માતાપિતાના ભક્ત બન્યા વિના પ્રભુભક્ત કેઈપણ બની શકે નહીં. માતાને અને પિતાને ઉપકાર જે જાણે શકે નહીં, તે પ્રભુને ઉપકાર જાણી શકે નહીં. માતાની અને પિતાની સેવા કરવામાં ઈચ્છાઓને, મમતાઓને, વાસનાઓનો ત્યાગ કરવો પડે છે. તેથી ત્યાગની ભૂમિકાની સિદ્ધિ થાય છે.
જેઓ માતાની અને પિતાની તબિયત જાળવવાને સહનશીલતા રાખી શકતા નથી, તે તપસ્વી અને ક્ષમાશ્રમણ બની શકે નહીં જેઓ માતાને અને પિતાને સંતોષ આપી પ્રસન્ન ન કરી શકે તેઓ ગુરુને અને પ્રભુને રીઝવી શકે નહીં. બાળકને અને બાલિકાએને માતા અને પિતાનો આશીર્વાદ આન્નતિકારક થઈ પડે છે.
“માતામાં અને પિતામાં રહેલ આત્મા સમ્યક્ત્વયોગે અંતરાત્મા બની અંતે પરમાત્મા થનાર છે. માટે આત્મા તે સત્તાએ પરમાત્મા છે, એવો નિશ્ચય અવબોધી માતાપિતાની પૂજ્યબુદ્ધિથી સેવાભક્તિ કરવી જોઈએ.
| ‘પૂર્વભવના કર્મના ગે અમુક આત્માઓને ત્યાં અવતરવું પડે છે અને તેથી તેઓ માતાપિતા તરીકે વ્યવહરાય છે. માતાની અને પિતાની આત્મભાવે સેવા કરવાથી વિશ્વમાં પશ્ચાત્ માતાપિતાએ કરવા પડતા નથી, તેમનાં પુત્ર અને પુત્રી તરીકે અવતાર લેવા પડતા નથી. માટે પિતાને અધિકાર પૂર્ણ રીતે બજાવવાની જરૂર છે.
“માતાની અને પિતાની સેવા નિષ્કામભાવે કરવી જોઈએ. સ્વાર્થબુદ્ધિએ કરેલી સેવા પૂર્ણ ફળ આપવા સમર્થ થતી નથી. માતાના અને પિતાના દોષોને કરી પ્રકાશ ન કરવો જોઈએ.
For Private And Personal Use Only