________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૪૬૨
અધ્યાત્મ મહાવીર અને આત્મા તેના પર્યાયને વ્યવહારથી કર્તા-હર્તા છે, છતાં નિત્ય છે, એમ નયસાપેક્ષ બેધ–વેદને અમે જાણીએ છીએ.”
શ્રી મહાવીર પ્રભુ : “શ્રી મંડૂકાદિ ઋષિઓ! તમારું કલ્યાણ થાઓ. તમે કદાપિ બાહ્ય અને આંતર શક્તિથી હીન ન બને. બાહ્યાંતર શક્તિરૂપ મને જેઓ પ્રાપ્ત કરતા નથી તેઓ જેનો અર્થાત આર્યો નથી, પણ મડદાં છે. કલિયુગમાં પાંચમા આરામાં જેઓ જીવતી જડ-ચેતનશક્તિઓરૂપ બનશે તેઓ મારા જૈનો અષિઓ વગેરે જાણવા. સંપૂર્ણ શક્ત મહાવીર બનેલે ક્ષમા, દયા, અહિંસા, સંયમ કરવાને અધિકારી છે. જેઓ દ્રવ્ય અને ભાવથી સ્વાત્માઓને વીર બનાવતા નથી તેઓ પિતાની, દેશની, સંઘની અને રાજ્યની હિંસા કરે છે.
‘બાહ્ય બળ તથા આધ્યાત્મિક બળ જ્યાં જીવતું છે, ત્યાં હું પ્રગટ છું. જે દેશ, ખંડ, સમાજ, સંઘ અને રાજ્ય મારી શક્તિએના સમૂહથી વિલસે છે, ત્યાં હું પ્રગટ છું. શાસ્ત્રબળ, સંઘબળ, પ્રજાસંઘબળ, રાજ્યબળ વગેરે બળેથી જે પુરુષાર્થ ફેરવી વીર બને છે તેઓ મને પામે છે. જેઓ સંઘ, ધર્મ, રાજ્ય વગેરેનું રક્ષણ કરવા સમર્થ નથી; માતા, કન્યા, કુટુંબ, પુત્ર વગેરેનું રક્ષણ કરવા સમર્થ નથી; તેઓ દયા કરવા શક્તિમાન નથી.
મારા નામપૂર્વક તથા મારી આકૃતિ વગેરેના પ્રેમીઓ બની જેઓ વીરરસને દ્રવ્ય-ભાવથી ખીલવે છે અને તેને દેશકાલાનુસારે શુભાથે કે સ્વાર્થે પરાર્થે ઉત્સર્ગોપવાદથી ઉપગ કરે છે, તેઓ ગૃહસ્થ તથા ત્યાગી જૈન જાણવા. જેઓ દ્રવ્ય તથા ભાવ રાક્ષસને પરાજય કરવા તંત્ર, યંત્ર, મંત્ર, શક્તિરૂપ મારી પ્રાપ્તિ કરી શકતા નથી, તેઓને નામમાત્રના અને મડદા સમાન જેને જાણવા જેઓ દેશ, કેમ, સંઘ અને રાજ્યાદિક માટે મરતા નથી, પિતાના ધર્મનું રક્ષણ કરવા કરતાં જીવવું જે વહાલું ગણે છે અને વિષયભેગના કીડા બની સર્વ શક્તિએને ક્ષીણ કરી નાખે છે, તેઓ પિતાની
For Private And Personal Use Only