________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષ અને વેઢે
૪૬૩ -વંશપરંપરાને અજ્ઞાની, બીકણ, નિર્બળ, સત્વહીન બનાવી પોતાના સર્વસ્વને નાશ કરે છે. જેને મેં દેશ, રાજ્ય, ધન વગેરે આપ્યાં છે તેઓ જે પુરુષાર્થ કરતા નથી અને ભક્તિને વ્યભિચારી શૃંગારરસના રૂપમાં ઉતારી વ્યભિચારી અને વિષયમેજી બને છે, તે તેઓ મારી જીવતી વીર જડશક્તિને પ્રકટ કરનારી કેમના પગ -તળે કચરાય છે.
જીવના દેહાદિક જીવનથી જે પરસ્પર જીવે છે. ગૃહસ્થ જેન ઋષિએ, ક્ષત્રિ, વિ વગેરેએ શાદિક બળને મારા જૈનધર્મરૂપ બાહ્યાંગ માનીને તેનાથી કદી વિયેગી ન બનવું અને દેશ, કેમ, સમાજ, સ્વદેશભૂમિ વગેરેને હાનિ થાય એ તેને દુરુપયેગ ન કરે. મારા ભક્ત મંડૂકદિ ઋષિઓ! તમેએ મારા ઉપદેશને ઝીલ્યા છે અને તમારા હૃદયમાં હું પ્રકાશિત થયે છું. મેં પરાવાણીમાં વિચારે પ્રગટાવ્યા છે તથા કલિયુગમાં મારા પૂર્ણ શ્રદ્ધાળુ પ્રેમીઓનાં હૃદયોની પરા ભાષાઓમાં સત્ય જ્ઞાનની કુરણરૂપે પ્રગટીને અનેક ગુપ્ત જ્ઞાનેને પ્રકટાવીશ, અને જે શાસ્ત્રો તેમ જ પુસ્તકમાં લખાયેલું હશે તેના કરતાં અનંતગણું તેઓનાં હૃદયેમાં કુરણ અને પ્રેરણાથી પ્રગટાવીશ. તેથી મારે જૈનધર્મ પુનઃ પુનઃ ઉદય પામીને મારાં નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ સ્વરૂપને સર્વ વિશ્વમાં પ્રગટાવશે.
જે ષિઓ, બ્રાહ્મણ, વૈશ્ય, શુદ્રો વગેરે પૃથ્વીના સર્વ મનુષ્યો કલિયુગમાં મારા નામસ્મરણથી, મારી ભક્તિથી મારા જૈનધર્મથી વિમુખ થઈ સંકુચિત અને એકદેશી નવીન ધર્મોમાં પ્રવેશશે તથા મારું ભજન મૂકી દેશે, તેઓ પરતંત્ર, શક્તિહીન, બાયેલા, અજ્ઞાની અને સર્વ બળથી ભ્રષ્ટ થઈ પશુ જેવા બનશે; અને જેઓ પાછા મારા નામનું ભજન કરશે, મારા પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા ધારણ કરશે, મારી આજ્ઞા પ્રમાણે ગૃહસ્થાવાસમાં વર્તશે અને મેં જે ગૃહસ્થાવાસમાં સર્વ લેકે માટે જૈનધર્મ કહ્યો છે તેને
For Private And Personal Use Only