________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપનિષદો અને વેદ
૪૬૧
પામી જ્ય-વિજય કરતાં જીવે છે અને સર્વ વિશ્વના મનુષ્યને. આપના ભક્તો બનાવીને જિવાડે છે.
આત્માઓ મરતા નથી અને આત્માઓની સાથેનું જડસાકાર વિશ્વ અનેકરૂપે ઊપજે છે, વિણસે છે. છેવટની આત્માની પૂર્ણ શક્તિઓના વિકાસ સુધી જડ શરીર, મન વગેરેની સહાયતા. છે. તેથી શરીરાદિરૂપ પ્રકૃતિ મહાશક્તિ ઈશ્વરી દેવી તરીકે આપની. આજ્ઞા પ્રમાણે વર્તે છે.
સર્વ પ્રકારના શુભ કષાની કલાઓના સ્વરૂપની પ્રકૃતિ એ. આપનું બાહ્ય સ્વરૂપ છે. તેના અવલંબન વિના બાહ્ય જીવનથી મનુષ્ય જીવી શકતા નથી. કષાયેની કલાઓને શુભ માર્ગમાં વાપરીને. મનુષ્ય સત્ય જૈનો, વીર જૈનો બનશે અને દેશ, કેમ સમાજની સેવા કરીને આપના બાહ્યાંતર સ્વરૂપને પામશે. એક દષ્ટિથી અને આપના એક ધર્મથી વિશ્વ જે જીવે છે તે એકી વખતે જીવે છે; નહિ તે એકી વખતે મરે છે. અને આપની નૈગમાદિ અનેક નયદષ્ટિએ. તેના વિચારો અને તેના અનેક ધર્મોથી વિશ્વમાં મનુષ્ય પોતપોતાના આત્માઓને અનેક રીતે અનેક દષ્ટિએ કર્મોને પકવવા છતાં વિકાસ કરી શકે છે. ભિન્નભિન્ન વિચારો અને ભિન્ન ભિન્ન આચારોમાં વિવિધતા જેવી અને એ પ્રમાણે વર્તવું તે આત્મમહાવીરની પ્રાપ્તિ માટે છે, પરંતુ ભિન્ન ભિન્ન વિચાર-આચારમાં ભેદતા જેવી અને કલેશ કે ખેદ કરે એથી આત્મશક્તિઓને વિકાસ થતું નથી, એવું આપે પ્રકાણ્યું છે તે પ્રમાણે વર્તવારૂપ જૈનધર્મને અમે સેવીએ. છીએ. તેને સર્વત્ર પ્રકાશ કરીને આપ વિદ્ધાર કરવાના છો.
“આત્માઓ જ્યારે રજોગુણ, તમોગુણ અને સત્ત્વગુણની સૃષ્ટિને પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે, સંહરે છે અને તાબામાં રાખે છે,
ત્યારે તેઓ પ્રકૃતિરૂપ વિશ્વના ઈશ્વર બને છે, અને પ્રકૃતિના તાબે રહે છે. ત્યાં સુધી તેઓ બહિરાત્મા–જીવે છે, એમ આપે અમારા હૃદયમાં પ્રકાવ્યું છે. તત્ત્વદૃષ્ટિએ જડને કર્તા જડ છે.
For Private And Personal Use Only