________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૬
અધ્યાત્મ મહાવીર
અનંત પિંડસૃષ્ટિરૂપ વિશ્વના કર્તા-હર્તા અને અકર્તા–હિત આપ છો. જેટલા ધર્મો ઉત્પન્ન થયા અને થશે તે આપના મનના અને આત્માના પર્યા છે. તે ઉત્પાદ, વ્યય, ધૃવરૂપે છે. મને આપની કૃપાથી આત્મપર્યાયરૂપ જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે. વિશ્વના સર્વ જીવો મન, વાણી, કાયાથી સતકરૂપ જૈનધર્મને પાળે છે અને પાળશે. તેઓ આત્મજ્ઞાનરૂપ જૈનધર્મથી આપમાં એકતા પામ્યા છે અને પામશે. આપની ભકિતથી, ધ્યાનથી વિશ્વના છે શાંતિનો શ્વાસ લે છે.
આપ હવે ત્યાગાશ્રમને ઉદ્ધાર કરી સર્વાશ્રમરૂપ જૈનધર્મને પરિપૂર્ણ પ્રકાશ કરશે. આપનું ક્ષણે ક્ષણે ધ્યાન હે. સર્વત્ર આપને જય, વિજય પ્રકાશિત થાઓ. આપને પ્રણમું છું, સ્તવું છું.” જાલંધરોપનિષદ :
જાલંધર ઋષિ : “પરમાત્મ પરમેશ્વર મહાવીર પ્રભે ! આપને નમસ્કાર કરું છું. આપ ત્યાગાશ્રમને ઉદ્ધાર કરવાના છો. આપ કેવળજ્ઞાનનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિ દર્શાવવાના છો. આપ સત્ય જૈનધર્મની સર્વ વિશાળદષ્ટિઓને પ્રકાશ કરવાના છો. સર્વ પ્રકારની જે વીરશક્તિઓ છે તે જૈનધર્મ છે અને તેના આધાર આપ છે. આપની કૃપાથી સર્વ જીવમાં જ્ઞાનાદિ શક્તિઓને પ્રકાશ થાય છે. ચક્રવર્તીએ, વાસુદેવે, બળદે, રુદ્ર, ઋષિઓ, સર્વેશ્વરાવતારે અને રામે અસંખ્ય થઈ ગયા અને થશે. તે સર્વની અનંત શકિતઓના આપ માલિક અને આધારરૂપ છે અને શ્રી યશોદા મહાદેવી બીજરૂપ છે–એમ જેઓ જાણે છે તે જ બ્રાહ્મણે છે, તે જ જેને છે અને તે જ મહર્ષિએ છે. આપ સત્તાએ તેવા છો અને વ્યક્તિશકિતએ પણ તેવા છે. સર્વ છદ્મસ્થ મનુષ્યની એકેક અંશગ્રાહી બુદ્ધિથી આપના સર્વાશરૂપનું માપ થઈ શકતું નથી. આપના ઉપર પ્રેમશ્રદ્ધા વિનાના મનુષ્ય આપના અંશે, કે જે તેઓને તેમની અલ્પ બુદ્ધિથી પરસ્પર વિરુદ્ધ લાગતા હોય છે,
For Private And Personal Use Only